________________
સાતમ વક્ષસ્કાર
[ પ૩૩ ]
યુગનું પ્રથમ મુહૂર્તઃ રુદ્ધ મુહૂર્ત - એક અહોરાત્રના ૩૦ મુહૂર્તમાંથી યુગની આદિમાં રુદ્ર નામનું પ્રથમ મુહૂર્ત હોય છે. પ્રાતઃકાલે રુદ્ર મુહૂર્તની જ પ્રવૃત્તિ હોય છે. યુગનું પ્રથમ કરણ : બાલવકરણ – યુગારંભે બાલવકરણ હોય છે. કૃષ્ણપક્ષની એકમ-પ્રતિપદાના દિવસે આ કરણનો જ અભાવ હોય છે. યુગનું પ્રથમ નક્ષત્રઃ અભિજિત નક્ષત્ર :- યુગારંભે પ્રથમ નક્ષત્ર અભિજિત હોય છે. ઉત્તરાષાઢાનો ક્ષય અંતિમ સમય પૂર્ણ થતાં પહેલાં યુગનો અંત થાય છે. તેથી નવા યુગના પ્રારંભે અભિજિત નક્ષત્ર હોય છે. એક યુગના અયન, તુ માસાદિ સંખ્યા :१३५ पंच संवच्छरिए णं भंते ! जुगे केवइया अयणा, केवइया उऊ, एवं मासा, पक्खा, अहोरत्ता, केवइया मुहुत्ता पण्णत्ता ?
गोयमा ! पंचसंवच्छरिए णं जुगे दस अयणा, तीसं उऊ, सट्ठी मासा, एगे वीसुत्तरे पक्खसए, अट्ठारसतीसा अहोरत्तसया, चउप्पण्णं मुहुत्तसहस्सा णव सया पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પાંચ સંવત્સર રૂ૫ યુગમાં કેટલાં અયન, ઋતુ, માસ, પક્ષ, અહોરાત્ર અને મુહૂર્ત હોય છે?
ઉત્તર- હે ગૌતમ! પાંચ સંવત્સર રૂપ એક યુગમાં ૧૦ અયન, ૩૦ &તુઓ, ૬૦ મહિનાઓ, ૧૨૦ પક્ષ, ૧,૮૩) અહોરાત્ર અને ૫૪,૯૦૦(ચોપન હજાર નવસો) મુહૂર્ત હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એક યુગમાં—પાંચ વર્ષમાં અયન, ઋતુ, માસ વગેરે સંખ્યાનું પ્રમાણ દર્શાવ્યું છે. એક યુગમાં ૧૦ અયન – એક વર્ષમાં દક્ષિણાયન, ઉત્તરાયણ એમ બે અયન હોય છે તેથી એક યુગના પાંચ વર્ષમાં ૫ x ૨ = ૧૦ અયન હોય છે. એક યુગમાં ૩૦ ઋતુ - ૧ અયનમાં ૩ ઋતુ અને ૧ વર્ષમાં દઋતુ હોય છે, તેથી એક યુગના પાંચ વર્ષમાં ૫ x ૬ = ૩૦ ઋતુ હોય છે. એક યુગમાં છ મહિના -૧ વર્ષમાં ૧૨ મહિના હોય, તેથી પાંચ વર્ષમાં ૧૨ ૪ ૫ = ૬૦ માસ અથવા ૨ માસની ૧ ઋતુ હોવાથી યુગની ૩૦ ઋતુમાં ૩૦ x ૨ = ૬૦ મહિના હોય છે. એક યુગમાં ૧૨૦ ૫ -૧ મહિનામાં પક્ષ હોય છે અને ૧વર્ષમાં ૨૪ પક્ષ હોય છે અને પાંચ વર્ષમાં ૨૪ x ૫ = ૧૨૦ પક્ષ હોય છે.