________________
સાતમો વક્ષસ્કાર
[ પ૨૧ ]
ચંદ્ર યુગ સંવત્સરમાં પહેલું ચંદ્ર સંવત્સર છે. યુગના પ્રારંભે શ્રાવણ વદ-૧ થી પૂનમની સમાપ્તિ સુધીના પુરા ૩૦ દિવસનો એક ચંદ્ર માસ હોય છે અને ૧૨ ચંદ્ર માસનું એક ચંદ્ર સંવત્સર કહેવાય છે. આ જ પ્રમાણે બીજું, ચોથું ચંદ્ર સંવત્સર જાણવું.
ત્રીજું અને પાંચમું ચંદ્ર યુગ સંવત્સર અભિવર્ધિત સંવત્સર કહેવાય છે. અભિવર્ધિત યુગ સંવત્સર ૧૩ માસનું હોય છે. પાંચ વર્ષ રૂપ યુગમાં સૂર્ય સંવત્સરની અપેક્ષાએ વિચાર કરતાં, ન્યૂનાધિકતા વિના પાંચ વર્ષ જ હોય છે. સૂર્ય માસ ૩Oા (૩૦) અહોરાત્ર પ્રમાણ છે.જ્યારે ચંદ્રમાસ ર૯ ? અહોરાત્ર પ્રમાણ છે. સૂર્ય માસ પ્રમાણે ૩૦ માસ પૂર્ણ થાય ત્યારે ચંદ્ર માસના ૩૧ માસ પૂર્ણ થાય છે. તે એક માસનો જે તફાવત થયો, તે માસને અધિક માસ કહેવામાં આવે છે. અધિક માસ ગણના – એક સૂર્ય માસની ૩૦ અહોરાત્રિ થાય છે. તેથી ૩૦ સૂર્ય માસની ૩૦ રૂx ૩૦ = ૯૧૫ અહોરાત્ર થાય.
એક ચંદ્રમાસની ૨૯? અહોરાત્રિ થાય છે. તેથી ૩૦ ચંદ્રમાસની ૨૯ 3 x ૩૦ = ૮૮૫ છું? અહોરાત્ર થાય.
આ રીતે ૩૦ સૂર્ય માસની ૯૧૫ અહોરાત્રિ અને ચંદ્ર માસની ૮૮૫ અહોરાત્રિ થાય બંને વચ્ચે ૨૯ રૂમ્સ અહોરાત્રિનો તફાવત થયો. (૯૧૫-૮૮૫ ૨૩ = ર૯ ૨૨) આ તફાવતની પૂર્તિ કરવા ચંદ્ર સંવત્સરમાં એક માસ અભિવર્ધિત કરાય છે. તેને અધિકમાસ કહે છે.
એક યુગમાં સૂર્ય સંવત્સરના ૩૦ માસ કે છે પક્ષ વ્યતીત થાય ત્યારે અર્થાત્ ચંદ્ર સંવત્સરના ત્રીજા સંવત્સરે(અઢી વરસે) અને પાંચમાં સંવત્સરના અંતે એક ચંદ્ર માસ વધારવામાં આવે છે.
પ્રમાણ સંવત્સરના પ્રકાર :- સૂત્રકારે નક્ષત્ર, ચંદ્ર, ઋતુ(કમ), આદિત્ય-સૂર્ય, અભિવર્ધિત, આ પાંચ સંવત્સરના પ્રમાણ દર્શાવ્યા છે. પાંચ સંવત્સરના પ્રમાણને જ અહીં સંવત્સરના પાંચ પ્રકાર કહ્યા છે. વર્ષનું પરિમાણ પ્રમાણ માસના પરિમાણ પ્રમાણને આધીન છે તેથી અહીં નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય વગેરેના માસ પ્રમાણના આધારે સંવત્સર પ્રમાણ દર્શાવ્યા છે.
૧૮૩૦ અહોરાત્ર પ્રમાણ યુગસંવત્સર:- એક યુગમાં સૂર્યના પાંચ દક્ષિણાયન અને પાંચ ઉત્તરાયણ કુલ ૧૦ અયન થાય છે. બંને અયન ૧૮૩-૧૮૩ અહોરાત્રના છે, તેથી ૧૮૩ x ૧૦ = ૧,૮૩) અહોરાત્ર એક યુગના થાય છે.
એક યુગમાં સૂર્ય માસ છે, નક્ષત્ર માસ-૭, ચંદ્ર માસ-૨, ઋતુ માસ-૧ છે. તેથી એક એક માસના અહોરાત્ર નિશ્ચિત કરવા ૧,૮૩૦ને ૬૦, ૭, ૨, ૬૧ થી ભાગતા સૂર્ય માસાદિના અહોરાત્રનું પ્રમાણ આવે છે.
સૂર્યાદિ સંવત્સરના અહોરાત્ર પાછળ આપેલ છે.