________________
પર૦ ]
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
નિર્મિત થાય તેને નક્ષત્ર વર્ષ કહે છે, ચંદ્ર જેટલા સમયમાં, અભિજિત નક્ષત્રથી શરૂ કરી ઉત્તરાષાઢા પર્યંતના નક્ષત્રોને પાર કરે, તેને નક્ષત્ર માસ કહે છે અથવા ચંદ્રના નક્ષત્ર મંડળ પરના પરિભ્રમણથી નિષ્પન્ન માસને નક્ષત્ર માસ કહે છે. ૧૨ નક્ષત્ર માસનો એક નક્ષત્ર સંવત્સર થાય છે.
(૨) યુગ સંવત્સર નિરુક્તિ - યુi jરંવત્સરાતમાં પાંચ વરસના સમુદાયને એક યુગ કહે છે. સૂત્રકારે અહીં ચંદ્ર સંવત્સરની પ્રધાનતાએ પાંચ ચંદ્રસંવત્સરના સમૂહને યુગ સંવત્સર કહ્યો છે. તે જ રીતે પાંચ સૂર્ય વર્ષના સમુદાયને પણ સૂર્ય યુગ સંવત્સર કહે છે અને પાંચ નક્ષત્ર વર્ષના સમુદાયને નક્ષત્રયુગ સંવત્સર કહેવાય છે.
(૩) પ્રમાણ સંવત્સર નિક્તિ – પ્રમાણ પ્રધાનવાળ સંવત્સરહ્યું મામેવામથીયતે | પ્રમાણ, પરિમાણની પ્રધાનતાવાળા સંવત્સરનું પ્રમાણ સંવત્સર કહે છે. ચંદ્ર સંવત્સર, સૂર્ય સંવત્સર, નક્ષત્ર સંવત્સર વગેરેના અહોરાત્ર પ્રમાણને પ્રમાણ સંવત્સર કહે છે. પ્રમાણ સંવત્સર એટલે નક્ષત્રાદિ સંવત્સરોનું પ્રમાણ. (૪) લક્ષણ સંવત્સર નિરુક્તિ – નાનાં પ્રધાન તથા તલ સંવત્સરલક્ષણની પ્રધાનતાવાળ | સંવત્સરને લક્ષણ સંવત્સર કહે છે. ચંદ્ર સંવત્સર, સૂર્ય સંવત્સર, નક્ષત્ર સંવત્સર વગેરેના લક્ષણને લક્ષણ સંવત્સર કહે છે.
(૫) શનૈશ્વર સંવત્સર નિરુક્તિ - શનિ મહાગ્રહના ૨૮ નક્ષત્ર કે ૧૨ રાશિને ભોગવવાના કાળને શનૈશ્ચર સંવત્સર કહે છે.
સંવત્સર પ્રકાર -
નક્ષત્ર સંવત્સર પ્રકાર:- નક્ષત્ર સંવત્સરના ૧૨ પ્રકાર છે. ૨૮ નક્ષત્રમાંથી શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિની, કાર્તિક, મૃગશિર, પોષ, માઘ, ફાલ્ગન, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, આ ૧૨ યોગ પર્યાયને ૧રથી ગુણિત કરવાથી નક્ષત્ર સંવત્સર નિષ્પન્ન થાય છે. આ શ્રાવણાદિ માસ(મહિના) સંવત્સર-વર્ષના અવયવભૂત છે. અવયવમાં અવયવીના ઉપચારથી શ્રાવણાદિને સંવત્સર કહ્યા છે અને તે જ કારણે નક્ષત્ર સંવત્સરના ૧૨ પ્રકાર કહ્યા છે.
યુગ સંવત્સર પ્રકાર:– યુગ સંવત્સરના પાંચ પ્રકાર છે. અહીં ચંદ્ર યુગ સંવત્સરનું કથન છે. સૂર્ય યુગ સંવત્સરના પાંચ પ્રકાર સૂર્ય સંવત્સર જ કહેવાય છે. ચંદ્ર અને નક્ષત્ર સંવત્સરના અહોરાત્ર સૂર્ય સંવત્સર કરતા ઓછા છે. એક યુગે ચંદ્ર-નક્ષત્ર સંવત્સરનો સૂર્ય સંવત્સર સાથે મેળ કરવા ચંદ્ર માસ, નક્ષત્ર માસ વધારવામાં આવે છે, અભિવદ્ધિત કરવામાં આવે છે તેથી તે ચંદ્ર માસ કે નક્ષત્ર માસ અભિવર્ધિત માસઅધિક માસ તરીકે ઓળખાય છે. નક્ષત્ર સંવત્સર વ્યવહારમાં પ્રવર્તતું ન હોવાથી તેના અભિવદ્ધિત માસનો ઉલ્લેખ નથી. પાંચે સૂર્ય સંવત્સર સમાન છે તેથી સૂત્રકારે સૂત્રમાં ચંદ્ર યુગ સંવત્સરના જ પ્રકાર બતાવ્યા