________________
પાટાનુપાટ બિરાજિત, ગોંડલ સંપ્રદાયના ચમકતા સિતારા પૂ. જય-માણેક-પ્રાણગુરુની અસીમ કૃપાએ, ગુરુભ્રાતા તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.ના અંતરના અમૃતમય આશીર્વાદે તથા મમ સંયમ જીવનના ઘડવૈયા પરમ તારક ગુરુણીમૈયા જયણાચારી પૂ. ફૂલકુંવરબાઈ મ. તથા વાત્સલ્યહૃદયા, સૌમ્યમૂર્તિ પૂ. અંબાભાઈ મ.ના અનન્ય અનુગ્રહે આજે જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના ભગવદ્ભાવોને સ્વની સ્વાધ્યાયના સહારે આગમપ્રેમી આત્માઓની જિજ્ઞાસાને સંતોષવા પ્રયત્ન કર્યો છે. આ સમયે સહુ ગુરુ ભગવંતો પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરું છું. વર્તમાન બિરાજમાન ગોંડલગચ્છ શિરોમણી પરમ- દાર્શનિક પ. પૂ. શ્રી જયંતલાલજી મહારાજ સાહેબ, જેઓ અભિગમ મોકલી, પ્રસ્તુત આગમનું રહસ્ય પ્રગટ કરી અનન્ય ઉપકાર કર્યો છે. તેમજ વાણીભૂષણ ગિરીશ ગુરુદેવ માર્ગદર્શન આપતા રહ્યા છે; તેમનો હાર્દિક આભાર માની વંદન પાઠવું
છું.
આ આયોજનની પૂર્ણ સફળતા માટેના અખંડ ભેખધારી, આગમ રહસ્યવેત્તા, અપ્રમાદી પૂ. ત્રિલોકમુનિ મ.સા.નો અંતરથી આભાર માનું છું.
આગમ સંપાદન કાર્યને સુઘડ, સચોટ, સુંદર અને સરસ બનાવવા નિશદિન અપ્રમત્ત ભાવે કાર્ય કરનાર મમ લઘુ ગુરુભગિની સાઘ્વીરત્ના શ્રી લીલમબાઈ મ. ની શ્રુતસેવાની અંતરના ઉમળકે અનુમોદના કરી ભૂરી ભૂરી પ્રશંસા કરું છું. તેમજ સહ કાર્યકર્તા પ્રજ્ઞાવાન શિષ્યા—પ્રશિષ્યા વિનયવંતા સાધ્વી હસુમતિ, આરતી, સુબોધિકાને અંતરના આશીર્વાદ આપું છું કે આપનું આગમોનું અવગાહન આપને આત્મભાવોમાં ગમન કરાવનારું બને...
શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખ, ઉત્સાહી કાર્યકર્તા ઉદારદિલા શ્રીયુત્ ચંદ્રકાંતભાઈ શેઠ વગેરે દરેક આ અપૂર્વ સત્કાર્યને સાદ્યંત સફળ બનાવવા પ્રયત્નશીલ રહ્યા છે. શ્રી મુકુંદભાઈ પારેખ, મણીભાઈ, ભાઈ શ્રી નેહલ વગેરે દરેકે શ્રુતસેવામાં સહકાર આપી વીતરાગ વાણી પ્રત્યેની શ્રદ્ધા સાકાર કરી છે.
ગુરુ ભક્તિવંત સ્વ. ઈદુબેન હેમાણીની ધાર્મિક ભાવના, દેવ, ગુરુ, ધર્મની શ્રદ્ધા અનન્ય ગુરુભક્તિને સાકાર કરવા ઉદારમના સુપુત્ર શ્રી નીલેશ ચંદ્રકાંતભાઈ હેમાણીએ આ આગમના શ્રુતાધાર બની માતૃ ઋણ, પિતૃ ઋણ અને ગુરુ ઋણમાંથી મુક્ત થવાનો
52