________________
ઈ.સ. ૧૯૨૦
કલકત્તા દેવચંદ લાલાભાઈ
પ્રમેયરત્ન મંજૂષા ટીકા
જૈન પુસ્તકોદ્ધાર
સં. ૨૪૪૬ ઈ.સ. ૧૯૭૮
અમોલક ઋષિકૃત હિન્દી અનુવાદ પૂ. ઘાસીલાલજી મ.સા. કૃત સંસ્કૃત ટીકા;
સમિતિ – અમદાવાદ
ફંડ- મુંબઈ
હૈદ્રાબાદ જૈન શાસ્ત્રોદ્ધાર
ઈ.સ. ૧૯૯૪
હિન્દી અનુવાદ
હિન્દી, ગુજરાતી અનુવાદ આગમ પ્રકાશન સમિતિ
– ખ્યાવર
સં. ૨૦૪૬
જૈનાગમ નવનીત
જૈનાગમ નવનીત પૂ. ત્રિલોકમુનિ મ. સા.
પ્રકાશન સમિતિ
સિરોહી
ત્રણ સ્વીકાર :
આ અગાધ સંસાર સાગરમાંથી મારી જીવનનૈયાને સમ્યક સમજણના સહારે સંયમ તટે લાવનાર, સંયમ પ્રદાતા આગમ રહસ્યના ઉદ્ઘાટક, આર્ષદષ્ટા પૂજ્યપાદ ગુરુપ્રાણના ઋણમાંથી ઉઋણ થવાનું ઉત્તમોત્તમ નિમિત્ત મળ્યું, ઉપકારી પૂ. પ્રાણગુવરની જન્મશતાબ્દી વર્ષ !!
આ શતાબ્દીન યેર સ્મરણીય બનાવવા મમ શિષ્યા સાધ્વી રત્ના ઉષાબાઈ મ. ની પ્રબળ ભાવનાએ આગમ બત્રીસીનું સરલ, સરસ ભાવયુક્ત ગુજરાતીમાં પ્રકાશન કરવાનું આયોજન થયું. જેથી જન જનના મનમાં પરમતારક પરમાત્માની વાણી ગુંજતી અને ગાજતી રહે, જેના પ્રભાવે દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધાનો દીપ અંતરમાં ભવોભવ ઝળહળતો રહે !!
પૂ. ગુરુદેવની કૃપાએ આ ભાવના સાકાર થઈ. સહુના સહિયારા પુરુષાર્થથી કાર્યનો પ્રારંભ થયો અને શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશન કાર્ય હાથ ધરાયું. ગુરુવર્યોની કૃપાએ આ કાર્ય આજે વેગવંતુ બન્યું છે.
ગોંડલગચ્છના આદ્ય સંસ્થાપક નિદ્રા વિજેતા ૧૦૦૮ બા.બ્ર. પૂ. ડુંગરદાદાની