________________
યથાર્થ(સર્વથા સત્ય) હોય છે.
પરંતુ વૈજ્ઞાનિકોના નિર્ણયો પરિવર્તન પામે છે. આજ નહીં તો કાલે વિજ્ઞાન પણ સત્યાંશને પામશે.
વ્યાખ્યા સાહિત્ય :– વ્યાખ્યા સાહિત્યને છ વિભાગમાં વિભક્ત કરવામાં આવે છે. (૧) નિર્યુક્તિ (૨) ભાષ્ય (૩) ચૂર્ણિ (૪) ટીકા (૫) ટબ્બા (૬) અનુવાદ.
જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ઉપર કોઈ નિર્યુક્તિ કે ભાષ્ય ઉપલબ્ધ નથી. જાણવા મળે છે કે તેના ઉપર ચૂર્ણિ લખાયેલી હતી. પણ તેના લેખક, પ્રકાશન અંગે કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. આચાર્ય મલયગિરિએ તેના ઉપર ટીકા લખી હતી પરંતુ તે પણ અપ્રાપ્ત છે. આચાર્ય શાંતિચંદ્ર ગણિએ તેના ઉપર ટીકા લખી છે તે હાલ ઉપલબ્ધ છે.
આ ટીકાકાળ પછી શ્રી અમોલક ૠષિએ તેનો હિન્દી અનુવાદ પ્રકાશિત કર્યો અને ત્યાર પછી હિન્દી-ગુજરાતી ભાષામાં તેના અનુવાદો પ્રકાશિત થતા રહ્યા છે. પ્રસ્તુત સંસ્કરણ :– શ્રી જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના સંસ્કૃત, હિન્દી, ગુજરાતી ભાષામાં અનેક સંસ્કરણો પ્રકાશિત થયા છે. તે જ કડીમાં ગુરુપ્રાણ ફાઉન્ડેશન દ્વારા આ આગમનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરી, એક નૂતન કડી ઉમેરતા અમો ધન્યતા અનુભવીએ છીએ.
અમારા પ્રસ્તુત પ્રકાશનની વિશેષતા એ છે કે તેમાં મૂળપાઠ, ભાવાર્થ અને વિવેચન સાથે વિષયને સરળ બનાવવા ઉપયોગી આકૃતિઓ, કોષ્ટકો તથા પરિશિષ્ટ આપવામાં આવ્યા છે. વાંચકો ગ્રંથના ભાવોને સરળતાથી સમજી શકે તેવા લક્ષ્યપૂર્વક પૂર્વાચાર્યોના ઉપલબ્ધ પ્રકાશિત આગમો તથા લોકપ્રકાશ’, ‘બૃહસંગ્રહણી', ‘ જૈનદષ્ટિએ મધ્યલોક' જેવા ગ્રંથોનો આધાર લઈ, આ સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું છે. જે આગમ પ્રેમી જિજ્ઞાસુઓને અવશ્ય ઉપયોગી થશે.
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના પ્રકાશિત ગ્રંથો :
ગ્રંથ
સમય
સં.૧૬૩૯
સં. ૧૬૪૫
સં.૧૬૬૦
ઈ.સ. ૧૮૮૫
પૂ. હીરવિજયજી સૂરિષ્કૃત ટીકા
પૂ. પુણ્યવિજયજી મ. સા. કૃત ટીકા શાંતિચંદ્રગણિકૃત પ્રમેયરત્ન મંજૂષા નામની ટીકા
પ્રમેય રત્ન મંજૂષા ટીકા
50
પ્રકાશક
ધનપતસિંહ,