________________
યત્કિંચિત્ પ્રયત્ન કર્યો છે. તે જ્ઞાનપિપાસુ માટે અનુકરણીય છે.
પરમાત્માના આગમ આપે છે આત્માની ગમ, આગમ ભાવો વિના ક્યાંય નથી કંઈ દમ, આગમ રહસ્યના આત્મજ્ઞાનમાં નિશદિન ૨મ, આગમવાણી કહે છે તે આત્માનું! પાપોથી વિરમ.
અહો પરમાત્મા !
આપની આગમોક્ત આજ્ઞાઓને હું મારા જીવનમાં આત્મસાત્ કરી અનંતભવોના અનંત કર્મોનો અંત કરી, અનંત સિદ્ધોના સિદ્ધાલયમાં નિવાસ કરવા પ્રયત્નશીલ બનું, એ જ અંતરની સદ્ભાવના..
આ આગમના અનુવાદ કાર્યમાં જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો અનંત સિદ્ધ ભગવંતો, ગુરુ ભગવંતોની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્..
–આર્યા મુક્તાબાઈ મ.
53