________________
[ ૫૧૨ ]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
गोयमा ! जंजमंडलं उवसंकमित्ता चारं चरइ, तस्स तस्समंडलपरिक्खेवस्स अट्ठारस पणतीसे भागसए गच्छइ, मंडलं सयसहस्सेणं अट्ठाणउईए य सएहिं છેTI ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નક્ષત્ર પ્રતિમુહૂર્તમાં મંડલ-પરિધિના કેટલા ભાગ ઉપર ગમન કરે છે?
ઉત્તર- હે ગૌતમ! નક્ષત્ર જે જે મંડલ ઉપર ભ્રમણ કરે છે, તે તે મંડલની પરિધિના 4000 ભાગ ઉપર પ્રતિ મુહૂર્તમાં ગમન કરે છે અર્થાત્ એક મંડલના એક લાખ, અઠ્ઠાણું સો ભાગમાંથી નક્ષત્ર એક મુહૂર્તમાં અઢારસો પાંત્રીસ ભાગ પાર કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્રોની અંશ-ભાગ રૂપે મુહૂર્ત ગતિ વર્ણવી છે. પૂર્વે યોજનથી મુહૂર્ત ગતિ દર્શાવી હતી. અહીં નક્ષત્રના ચંદ્રસૂર્યના યોગ આધારે મંડળ પરિધિની અંશ રૂપે ગણના કરી મુહૂર્ત ગતિ પ્રગટ કરી છે. નક્ષત્રોનો ચંદ્રાદિ સાથે યોગ કોઈ નિશ્ચિત્ત દિવસે કે નિશ્ચિત્ત સમયે થતો નથી તેથી સૂત્રકારે અંશરૂપે નક્ષત્રોની સીમા દર્શાવી, તે તે અંશરૂપ મંડળ ઉપર એક મુહૂર્તમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર કેટલું ગમન કરે તે સમજાવ્યું છે. અંશરૂપે નક્ષત્ર મંડળનો સીમા વિસ્તાર :- ૧,૦૯,૮00 અંશ રૂપ મંડળ છેદની ઉત્પત્તિ સમજવા પૂર્વે ત્રણ પ્રકારના નક્ષત્ર સમજવા જરૂરી છે. (૧) સમક્ષેત્રી નક્ષત્ર - એક અહોરાત્રમાં સૂર્ય જેટલા ક્ષેત્રમાં ભ્રમણ કરી શકે (ચાલી શકે) તેટલા ક્ષેત્રમાં નક્ષત્રો ચંદ્ર સાથે ભ્રમણ કરે તે નક્ષત્રો સમક્ષેત્રી કહેવાય છે. ૧૫ નક્ષત્રો સમક્ષેત્રી છે. (૨) અર્ધ ક્ષેત્રી નક્ષત્રઃ- એક અહોરાત્રમાં સૂર્ય જેટલા ક્ષેત્રમાં ભ્રમણ કરી શકે, તેટલા ક્ષેત્રમાંથી અર્ધા ક્ષેત્રમાં(અર્ધાભાગમાં) જે નક્ષત્રો ચંદ્ર સાથે ફરે તે નક્ષત્રો અર્ધક્ષેત્રી કહેવાય છે. છ નક્ષત્ર અર્ધક્ષેત્રી છે. (૩) સાર્ધ શેત્રી(દોઢ ક્ષેત્રવાળા) નક્ષત્રો :- એક અહોરાત્રમાં સૂર્ય જેટલા ક્ષેત્રમાં ભ્રમણ કરી શકે, તેટલા ક્ષેત્રથી દોઢા ક્ષેત્રમાં જે નક્ષત્ર ચંદ્ર સાથે ફરે તે સાર્ધક્ષેત્રી કહેવાય છે. દનક્ષત્ર સાર્ધ ક્ષેત્રી છે.
હવે એક અહોરાત્રના ૬૭ ભાગની કલ્પના કરીએ તો સમ ક્ષેત્રી નક્ષત્રના ૬૭ ભાગ, અર્ધ ક્ષેત્રી નક્ષત્રના ૩૩ ભાગ અને સાર્ધ ક્ષેત્રી નક્ષત્રના ૧૦Oા ભાગ થશે. સમ ક્ષેત્રી વગેરે નક્ષત્રોના અંશ–ભાગ કરવા ૬૭થી ગુણતા.
સમ ક્ષેત્રી નક્ષત્ર ૧૫ x ૬૭ અંશ = ૧,૦૦૫ અંશ. અર્ધ ક્ષેત્રી નક્ષત્ર ૬૪ ૬૭ અંશ = ૪૦૦ અંશ
સાર્ધ શ્રેત્રી નક્ષત્ર ૬ x ૬૭ અંશ = ૪૦૦ અંશ અને અભિજિત નક્ષત્રના ૨૧ અંશ છે. આ સર્વનો સરવાળો કરતાં ૧,૦૦૫ + ૪૦ + ૪૦ + ૨૧ = ૧,૮૩૦ અંશ પ્રાપ્ત થાય છે. આ રીતે ૨૮ નક્ષત્રના