________________
સાતમો વક્ષસ્કાર
ચંદ્રમંડલમાં સમાવિષ્ટ નક્ષત્ર મંડલાદિ
૦ પૂર્વા ધાઢા
૩ આ દૃા ૦ ગારાય છે પુષ્ય છે આશ્લેષા ૦.
O leo at once ogle
૨૦૫ ૦ આલવા મુળ વ હત
૦ જયરા 2 અનરાધા
૦ િ દવાખા
૦ ક્રાતિકા
પુનર્વ મ
વા
૫૧૧
૧૫
૧૧ ૧૦ ૬૩ ૬
एगमेगेणं भंते ! मुहुत्तेणं चंदे केवइयाइं भागसयाइं गच्छइ ?
गोयमा ! जं जं मंडलं उवसंकमित्ता चारं चरइ, तस्स तस्स मंडलपरिक्खेवस्स सत्तरस अट्ठसट्टे भागसए गच्छइ, मंडलं सयसहस्सेणं अट्ठाईए य एहिं छेत्ता ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચંદ્ર એક મુહૂર્તમાં મંડલ-પરિધિના કેટલા ભાગ ઉપર ગમન કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! ચંદ્ર જે જે મંડલમાં રહીને ભ્રમણ કરે છે, તે તે મંડલની પરિધિના ૧૭૬૮૦ ભાગ ઉપર એક મુહૂર્તમાં ગમન કરે છે અર્થાત્ ચંદ્ર એક મંડલના એક લાખ, અઠ્ઠાણું સો ભાગમાંથી સત્તરસો અડસઠ ભાગને એક મુહૂર્તમાં પાર કરે છે.
१११ एगमेगेणं भंते ! मुहुत्तेणं सूरिए केवइयाइं भागसयाई गच्छइ ?
गोयमा ! जं जं मंडलं उवसंकमित्ता चारं चरइ तस्स तस्स मंडलपरिक्खेवस्स अट्ठारसतीसे भागसए गच्छइ, मंडलं सयसहस्सेहिं अट्ठाणउईए य सएहिं छेत्ता ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સૂર્ય પ્રતિમુહૂર્તે મંડલ પરિધિના કેટલા ભાગ ઉપર ગમન કરે છે ?
૧૮૩૦
ઉત્તર– હે ગૌતમ ! સૂર્ય જે જે મંડલમાં રહીને ભ્રમણ કરે છે, તે તે મંડલની પરિધિના ૧૦૯૮૦૦ ભાગ ઉપર એક મુહૂર્તમાં ગમન કરે છે અર્થાત્ સૂર્ય એક મુહૂર્તમાં એક મંડલના એક લાખ, અઠ્ઠાણું સો ભાગમાંથી અઢાર સો ત્રીસ ભાગને પાર કરે છે.
११२ एगमेगेणं भंते ! मुहुत्तेणं णक्खत्ते केवइयाई भागसयाइं गच्छइ ?