________________
સાતમો વક્ષસ્કાર
[ ૫૦૭]
गोयमा ! चोयालीसं जोयणसहस्साइं अट्ठ य वीसे जोयणसए अबाहाए सव्वब्भंतरे णक्खत्तमंडले पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વાત્યંતર નક્ષત્રમંડલ જંબૂદ્વીપના મેરુપર્વતથી અવ્યવહિતરૂપે (સ્વાભાવિક રીતે) કેટલું દૂર છે?
ઉત્તર– હે ગૌતમ! સર્વાત્યંતર નક્ષત્રમંડલ જંબૂદ્વીપના મેરુપર્વતથી અવ્યવહિત રૂપે(સ્વાભાવિક રીતે) ચુંમાળીસ હજાર, આઠસો વીસ (૪૪,૮૨૦) યોજન દૂર છે. १०४ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयं अबाहाए सव्वबाहिरए णक्खत्तमंडले पण्णते ?
गोयमा ! पणयालीसं जोअणसहस्साई तिण्णि य तीसे जोयणसए अबाहाए सव्वबाहिरए णक्खत्तमंडले पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સર્વ બાહ્ય નક્ષત્રમંડલ જંબૂદ્વીપના મેરુપર્વતથી અવ્યવહિતરૂપે કેટલું દૂર છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વબાહ્ય નક્ષત્રમંડલ જંબૂદ્વીપના મેરુપર્વતથી અવ્યવહિતરૂપે પિસ્તાળીસ હજાર, ત્રણસો ત્રીસ(૪૫,૩૩૦) યોજન દૂર છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં “મેરુ મંડળ અંતર અબાધા દ્વાર” નામના પાંચમા દ્વારનું વર્ણન છે. ચંદ્ર મંડળથી ૪ યોજન ઊંચે, ચંદ્ર મંડળની ઊર્ધ્વ સમશ્રેણીએ, ચંદ્ર મંડળની બરાબર ઉપર, ચંદ્ર મંડળ જેવડા જ નક્ષત્ર મંડળ છે.
ચંદ્રના સર્વાત્યંતર મંડળથી ૪ યોજન ઊંચે, નક્ષત્રનું સર્વાત્યંતર મંડળ અને ચંદ્રના સર્વ બાહ્ય મંડળની ઉપર નક્ષત્રનું સર્વ બાહ્ય મંડળ છે. તેથી ચંદ્રના સર્વાત્યંતર મંડળની જેમજ નક્ષત્રનું સર્વાત્યંતર મંડળ મેરુ પર્વતથી ૪૪,૮૨0 યોજન દૂર અને સર્વ બાહ્ય મંડળ ૪૫,૩૩0 યોજન દૂર છે. નક્ષત્ર મંડલોની લંબાઈ, પહોળાઈ, પરિધિ :१०५ सव्वब्भंतरे णक्खत्तमंडले केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते ?
गोयमा ! णवणउई जोयणसहस्साइं छच्चचत्ताले जोयणसए