________________
૫૦૬ ]
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં 'નક્ષત્ર મંડલ અબાધા અંતર દ્વાર' નામના ત્રીજા દ્વારનું વર્ણન છે. સૂત્રકારે એક મંડળથી બીજા મંડળ વચ્ચે જે ૨ યોજનાનું અંતર કહ્યું છે. તે એક સાથે ૮ કે ૧૨ નક્ષત્રો હોય ત્યાં, એક નક્ષત્ર વિમાનથી બીજા નક્ષત્ર વિમાન વચ્ચેનું અંતર સમજવું પરંતુ પ્રથમ-સર્વાત્યંતર મંડળથી બીજા મંડળ વચ્ચેના અંતરનું કથન નથી. અષ્ટાબ્લપિ મનેષ યત્ર યત્ર વાવન્તિ નક્ષત્રાણા વિમાનનિ તેષામન્તર વધવામિ સૂત્ર -વૃત્તિ. આઠ મંડળોમાંથી જે જે મંડળ ઉપર જેટલા જેટલા નક્ષત્ર વિમાનો છે, તે નક્ષત્ર વિમાનો વચ્ચેનું અંતર આ સૂત્ર દ્વારા દર્શાવ્યું છે. વૃત્તિમાં ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે પબિનયાત્રવિમાન વનયાત્રવિમાની રંપરસ્પરમનારદે યોગને અભિજિત નક્ષત્ર વિમાનથી શ્રવણ નક્ષત્ર વિમાન વચ્ચે બે યોજનાનું અંતર છે. સૂત્રોક્ત આ કથન જઘન્ય અંતરની અપેક્ષાએ છે તેમ સમજવું. નક્ષત્ર વિમાનો વચ્ચે બે યોજનથી વધુ અંતર પણ સંભવિત છે. નક્ષત્ર વિમાન લંબાઈ, પહોળાઈ :१०२ णक्खत्तमंडले णं भंते ! केवइयं आयामविक्खंभेणं, केवइयं परिक्खेवेणं, केवइयं बाहल्लेणं पण्णते ?
गोयमा ! गाउयं आयामविक्खंभेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, अद्धगाउयं बाहल्लेणं पण्णत्ते ? ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નક્ષત્ર મંડળની એટલે નક્ષત્ર વિમાનની લંબાઈ, પહોળાઈ, પરિધિ તથા ઊંચાઈ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! નક્ષત્ર વિમાનની લંબાઈ, પહોળાઈ એક ગાઉ, તેની પરિધિ વિખંભ કરતાં સાધિક ત્રણ ગુણી અને જાડાઈ અને ઊંચાઈ અર્ધા ગાઉની હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં “નક્ષત્ર વિમાન આયામાદિ” નામના ચોથા દ્વારનું વર્ણન છે. નક્ષત્ર વિમાન એક ગાઉ લાંબુ પહોળું અને અર્ધ ગાઉ ઊંચું હોવાથી તેના મંડળ માર્ગનો વિખંભ ૧ ગાઉનો છે અને વિમાનને અનુલક્ષીને જ મંડળ માર્ગની ઊંચાઈ ગાઉની કહી છે. તેની પરિધિ ચક્રવાલ વિખંભથી સાધિક ત્રણ ગણી જાણવી. નક્ષત્રમંડલ અને મેરુ વચ્ચેનું અંતર :१०३ जंबुद्दीवे णं भंते ! दीवे मंदरस्स पव्वयस्स केवइयाए अबाहाए सव्वब्भंतरे णक्खत्तमंडले पण्णत्ते ?