________________
સાતમો વક્ષસ્કાર
गोयमा ! पंचदसुत्तरे जोयणसए अबाहाए सव्वबाहिरए णक्खत्तमंडले पण्णत्ते
કૃતિ ।
૫૦૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સર્વાયંતર નક્ષત્ર મંડળથી સર્વ બાહ્ય નક્ષત્ર મંડળ અબાધિતરૂપે (સ્વાભાવિકરૂપે) કેટલું દૂર છે ?
ઉત્તર– હે ગૌતમ ! સર્વાયંતર મંડળથી સ્વાભાવિક રૂપે સર્વ બાહ્ય મંડળ ૫૧૦ યોજન દૂર છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં 'નક્ષત્ર મંડળ ચાર ક્ષેત્ર દ્વાર' નામના બીજા દ્વારનું વર્ણન છે. જંબુદ્રીપના ૧૮૦ યોજનમાં પ્રથમના બે મંડળ અને લવણસમુદ્રના ૩૩૦ યોજનમાં ૬ નક્ષત્ર મંડળ છે. કુલ ૫૧૦ યોજનમાં આઠ નક્ષત્ર મંડળો છે, તે જ તેનું ‘મંડળ ચારક્ષેત્ર' કહેવાય છે.
આ મંડળ ક્ષેત્રનું કથન નક્ષત્ર જાતિની અપેક્ષાએ સમજવું હું જ સૂત્ર નક્ષત્રના ત્યવેક્ષા નો વ્યા सर्वाभ्यंतरनक्षत्रमण्डलजातीयात् सर्व बाह्यं नक्षत्र मण्डलं जातीयं इयत्या अबाधया प्रज्ञप्तम् । - વૃત્તિ. નક્ષત્રો નિયત મંડળ ઉપર જ પરિભ્રમણ કરે છે. નક્ષત્રો ચંદ્ર-સૂર્યની જેમ પરિભ્રમણ કરતાં કરતાં અન્ય મંડળ ઉપ૨ સંક્રમણ કરતા નથી. તેથી નક્ષત્રને પોતાનું મંડળ ચાર ક્ષેત્ર નથી. તે એકજ મંડળ પર પરિભ્રમણ કરતા હોવાથી તેનું સર્વાયંતર કે સર્વ બાહ્ય મંડળ પણ સંભવિત નથી. પરંતુ અહીં ચાર ક્ષેત્રનું કથન નક્ષત્ર જાતિની અપેક્ષાએ છે. સર્વાવ્યંતર નક્ષત્ર જાતિ મંડળથી સર્વ બાહ્ય નક્ષત્ર જાતિ મંડળ પ૧૦ યોજન દૂર છે. ૨૮ નક્ષત્ર જુદા-જુદા આઠ મંડળ પર પરિભ્રમણ કરે છે. તે ૨૮ નક્ષત્રની અપેક્ષાએ નક્ષત્રચારક્ષેત્ર ૫૧૦ યોજનનું છે તેમ સમજવું.
નક્ષત્ર-મંડલો વચ્ચે અંતર ઃ
| १०१ णक्खत्तमंडलस्स णं भंते ! णक्खत्तमण्डलस्स य एस णं केवइयं अबाहाए अंतरे पण्णत्ते ?
गोयमा ! दो जोयणाइं णक्खत्तमण्डलस्स य णक्खत्तमण्डलस्स य अबाहाए अंतरे पण्णत्ते ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! (એક મંડળગત) નક્ષત્ર મંડળ-નક્ષત્ર વિમાન અને અન્ય નક્ષત્ર મંડળ વિમાન વચ્ચે વ્યવધાન રહિત અંતર કેટલું છે ?
ઉત્તર– હે ગૌતમ ! એક મંડળગત નક્ષત્ર વિમાન અને અન્ય નક્ષત્ર વિમાન વચ્ચે વ્યવધાન રહિત ૨ યોજનનું અંતર હોય છે.