________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉપર બીજા ૨૮ નક્ષત્ર ભ્રમણ કરે છે. ૨૮ નક્ષત્રો આઠ મંડળમાં વહેંચાયેલા છે અને તે નક્ષત્ર તે મંડળ ઉપર જ પરિભ્રમણ કર્યા કરે છે.
નક્ષત્રમંડલ સંખ્યાદિ ઃ
ક્રમ
મંડળ
પ્રથમ મંડળ
૫૦૪
૧
ર
૩
૪
૫
S
૭
८
બીજું મંડળ
ત્રીજું મંડળ
ચોથું મંડળ
પાંચમું મંડળ
છઠ્ઠું મંડળ
સાતમું મંડળ
આઠમું મંડળ
સ્થાન
જંબુદ્રીપ ઉપર
જંબુદ્રીપ ઉપર
લવણસમુદ્ર ઉપર
લવણ સમુદ્ર ઉપર
લવણ સમુદ્ર ઉપર
લવણ સમુદ્ર ઉપર
લવણ સમુદ્ર ઉપર
લવણ સમુદ્ર ઉપર
નક્ષત્ર
:
અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષક, પૂર્વભાદ્રપદા, ઉત્તરભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, સ્વાતિ, તે ૧૨ નક્ષત્રો.
પુનર્વસુ, મઘા, તે બે નક્ષત્રો.
કૃતિકા
ચિત્રા, રોહિણી, તે બે નક્ષત્રો.
વિશાખા
અનુરાધા
જ્યેષ્ઠા
આર્દ્રા, મૃગશિર, પુષ્ય, આશ્લેષા, મૂળ હસ્ત, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, તે ૮ નક્ષત્રો.
આ રીતે નક્ષત્ર સમૂહના આઠ મંડળોમાંથી બે મંડળ જંબુદ્વીપ ઉપર છે અને છ નક્ષત્ર મંડળ લવણ સમુદ્ર ઉપર છે.
નક્ષત્ર પ્રરૂપણાના આઠ દ્વાર :– સૂત્રકારે આઠ દ્વારથી નક્ષત્રોની પ્રરૂપણા કરી છે. તે આ પ્રમાણે છે– (૧) નક્ષત્ર મંડળ સંખ્યા દ્વાર (૨) નક્ષત્ર ચાર ક્ષેત્ર દ્વાર (૩) એક મંડળગત નક્ષત્ર વિમાનોનું પરસ્પર અંતર (૪) નક્ષત્ર વિમાન આયામાદિ (૫) મેરુપર્વતથી નક્ષત્ર મંડળોનું સ્વાભાવિક અંતર (૬) નક્ષત્ર મંડળના આયામાદિ (૭) મુહૂર્તગતિ (૮) નક્ષત્ર મંડળોનો ચંદ્ર મંડળો સાથે સમવતાર. મૂળપાઠમાં આ આઠ દ્વા૨નો નામોલ્લેખ નથી પરંતુ વૃત્તિકારે તેનો સ્પષ્ટ નામોલ્લેખ કર્યો છે.
નક્ષત્ર મંડલ ચારક્ષેત્ર
१०० सव्वभंतराओ णं भंते ! णक्खत्तमंडलाओ के वइयं अबाहाए सव्वबाहिरए णक्खत्तमंडले पण्णत्ते ?