________________
સાત વક્ષસ્કાર
૫૦૩
નક્ષત્ર મંડલની સંખ્યા :|९७ कइ णं भंते ! णक्खत्तमंडला पण्णत्ता ? गोयमा ! अट्ठ णक्खत्तमंडला પત્તા |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નક્ષત્ર મંડળ કેટલા છે? ઉત્તર- હે ગૌતમ! નક્ષત્ર મંડળ આઠ છે. | ९८ जंबुद्दीवे दीवे केवइयं ओगाहित्ता केवइया णक्खत्तमंडला पण्णत्ता ?
गोयमा ! जंबुद्दीवे दीवे असीयं जोयणसयं खेत्तं ओगाहेत्ता एत्थ णं दो णक्खत्तमंडला पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપના કેટલા ક્ષેત્રમાં અવગાહિત કરીને, કેટલા નક્ષત્ર મંડળ છે?
ઉત્તર- હે ગૌતમ ! જેબૂદ્વીપમાં ૧૮૦ યોજના ક્ષેત્રમાં ર નક્ષત્રમંડળ છે. |९९ लवणे णं समुद्दे केवइयं खेत्तं ओगाहेत्ता केवइया णक्खत्तमंडला पण्णत्ता ?
गोयमा ! लवणे णं समुद्दे तिण्णि तीसे जोयणसए खेते ओगाहित्ता एत्थ णं छ णक्खत्तमंडला पण्णत्ता । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे लवणसमुद्दे य अट्ठ णक्खत्तमंडला भवंतीतिमक्खायं । ભાવાર્થ - હે ભગવન્! લવણ સમુદ્રના કેટલા ક્ષેત્રમાં કેટલા નક્ષત્ર મંડળ છે?
ઉત્તર- હે ગૌતમ! લવણ સમુદ્રમાં ૩૩0 યોજન ક્ષેત્રમાં નક્ષત્ર મંડળ છે. આ પ્રમાણે જંબૂદ્વીપ અને લવણસમુદ્ર, બંનેના કુલ મળીને ૮ નક્ષત્ર મંડળ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં 'નક્ષત્ર મંડળ સંખ્યા દ્વાર' નામના પ્રથમ દ્વારનું વર્ણન છે. જંબૂદ્વીપમાં બે ચંદ્ર છે. બંને ચંદ્રના પરિવાર રૂપે ૨૮–૨૮ નક્ષત્ર, કુલ પદ નક્ષત્ર છે.
આ નક્ષત્રોના આઠ મંડળ છે. નક્ષત્રો પોત-પોતાના નિયત મંડળ ઉપર જ ભ્રમણ કરે છે. તેના મંડળ વાસ્તવિક રૂપે મંડલાકાર, વર્તુળાકાર છે. નક્ષત્રો એક મંડળ સ્થાન ઉપર જ પરિભ્રમણ કરે છે. એક મંડળ સ્થાન છોડી, અન્ય મંડળ સ્થાન પર ગમન કરતા નથી. નક્ષત્ર મંડળો અવસ્થિત છે. એક-એક નક્ષત્રના આઠ-આઠ મંડળ નથી પરંતુ નક્ષત્ર જાતિની અપેક્ષાએ આઠ મંડળ કહ્યા છે. એક નક્ષત્રને તો એક જ મંડળ હોય છે.
પોતપોતાના મંડળ ઉપર ૨૮ નક્ષત્રો અર્ધ મંડળ પર ભ્રમણ કરે, તે જ સમયે અર્ધ-અર્ધ મંડળ