________________
૪૮૮ ]
શ્રી જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
कूडाविव ठाणठिया-कूटानीव-पर्वतोपरिव्यवस्थितशिखराणीव स्थानस्थिता:- सदैवैकत्र સ્થાને શિવાજા કુટ–પર્વતની ઉપર રહેલા શિખરની જેમ એક જ સ્થાનમાં આ પ્રકાશ અને ચંદ્ર-સૂર્યસ્થિત રહે
ચંદ્રમંડલની સંખ્યા :६७ कइ णं भंते ! चंदमंडला पण्णत्ता ? गोयमा ! पण्णस्स चंदमंडला પUત્તા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચંદ્રમંડલ કેટલા છે? ઉત્તર- હે ગૌતમ ! ચંદ્રમંડલ પંદર છે. ६८ जंबुद्दीवे णं भंते ! दीवे केवइयं खेत्तं ओगाहित्ता केवइया चंदमंडला पण्णत्ता? गोयमा ! जंबुद्दीवे दीवे असीयं जोयणसयं ओगाहित्ता पंच चंदमंडला પUછd I
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપમાં કેટલા ક્ષેત્રનું અવગાહન કરીને (અર્થાતુ કેટલા ક્ષેત્રમાં) કેટલા ચંદ્રમંડલ છે?
ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપમાં ૧૮૦ યોજન ક્ષેત્રનું અવગાહન કરીને પાંચ ચંદ્રમંડલ છે. ६९ लवणे णं भंते पुच्छा ?
गोयमा ! लवणे णं समुद्दे तिण्णि तीसे जोयणसए ओगाहित्ता, एत्थ णं दस चंदमंडला पण्णत्ता ।
एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे लवणे य समुद्दे पण्णरस चंदमंडला भवंतीतिमक्खायं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! લવણસમુદ્રના કેટલા ક્ષેત્રમાં કેટલા ચંદ્રમંડલ છે?
ઉત્તર- હે ગૌતમ ! લવણસમુદ્રના ૩૩0 યોજન ક્ષેત્રમાં દસ ચંદ્રમંડલ છે. આ પ્રમાણે જંબુદ્વીપ તથા લવણસમુદ્રના સર્વે મળીને ૧૫ ચંદ્રમંડલ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં 'ચંદ્રમંડળ સંખ્યા દ્વાર' નામના પ્રથમ દ્વારનું વર્ણન છે. સમપૃથ્વીથી ૮૮૦ યોજન ઊંચે સામસામી દિશામાં રહી, જંબુદ્વીપના બંને ચંદ્રો મેરુને પ્રદક્ષિણા કરે છે. ચંદ્રની પરિભ્રમણ ગતિ સૂર્ય કરતાં મંદ છે, તેથી તેના મંડળ દૂર-દૂર છે.