________________
સાતમો વક્ષસ્કાર
| ૪૮૯ |
જે
ન
ચંદ્ર મંડલ
ચંદ્ર મંડળ - ચંદ્રના મેરુની પ્રદક્ષિણાના નિયત માર્ગને ચંદ્રમંડળ કહે છે. ચંદ્ર મંડળ સંખ્યા :- કુલ ચંદ્ર મંડળ ૧૫ છે. તેમાંથી પાંચ ચંદ્રમંડળ જંબુદ્વીપ ઉપર છે અને દશ ચંદ્રમંડળ લવણ સમુદ્ર ઉપર છે. ચંદ્ર પ્રરૂપણાના સાત દ્વાર - વૃત્તિકારે સૂત્રગત ચંદ્ર પ્રરૂપણાનું સાત દ્વાર દ્વારા નિરૂપણ કર્યું છે. તે સાત દ્વારા આ
પ્રમાણે છે– (૧) ચંદ્ર મંડલ સંખ્યા દ્વાર (૨) ચંદ્ર મંડળ ચાર ક્ષેત્ર દ્વાર (૩) પ્રત્યેક મંડળ અંતર દ્વાર (૪) ચંદ્રમંડળ-બિંબાયામ દ્વાર, (૫) મેરુથી મંડળ અંતર દ્વાર (૬) ચંદ્ર મંડળ આયામાદિ (૭) મુહૂર્ત ગતિ દ્વારા ચંદ્રમંડલ ચાર ક્ષેત્ર :
७० सव्वब्भंतराओ णं भंते ! चंदमंडलाओ णं केवइए अबाहाए सव्वबाहिरए चंदमंडले पण्णत्ते?
गोयमा ! पंचदसुत्तरे जोयणसए अबाहाए सव्वबाहिरए चंदमंडले પUારે | ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સર્વાત્યંતર ચંદ્રમંડલથી સર્વબાહ્ય ચંદ્રમંડલ અબાધિતરૂપે કેટલું દૂર છે?
ઉત્તર– હે ગૌતમ! સર્વાત્યંતર ચંદ્રમંડલથી સર્વબાહ્ય ચંદ્રમંડલ અબાધિતરૂપે પ૧0 યોજન દૂર છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચંદ્રમંડળ ચાર ક્ષેત્ર દ્વાર" નામના બીજા દ્વારનું વર્ણન છે. ચંદ્ર મંડળ ચાર ક્ષેત્ર - ચંદ્રના ભ્રમણ ક્ષેત્રને, ચંદ્રના ચાર-ચાલવાના ક્ષેત્રને અથવા ચંદ્રના સર્વાત્યંતર મંડળથી સર્વ બાહ્ય મંડળ વચ્ચેના ક્ષેત્રના ચક્રવાલ વિખંભને ચંદ્રમંડળ ચાર ક્ષેત્ર કહે છે. ચન્દ્ર સર્વાત્યંતર મંડળ – જંબૂદ્વીપ ઉપર મેરુ તરફના ચંદ્રના સૌથી પ્રથમ મંડળને ચંદ્રનું સર્વાત્યંતર મંડળ કહે છે. ચન્દ્ર સર્વ બાલ મંડળ - લવણસમુદ્ર ઉપર લવણ શિખા તરફના સૌથી છેલ્લા-પંદરમાં મંડળને ચન્દ્રનું સર્વ બાહ્ય મંડળ કહે છે. પ્રથમ મંડળ અને અંતિમ મંડળ વચ્ચે ૫૧૦ ફૂ યોજનાનું અંતર છે. ચંદ્ર મંડળ ચાર ક્ષેત્રની ગણના વિધિઃ- પ્રત્યેક ચંદ્ર મંડળ | યોજનાંશ પ્રમાણ પહોળું છે. તેવા ૧૫ મંડળ છે એટલે ૧૫ x યોજનાંશ = ૧૩ મેં યોજન પ્રમાણ મંડળોનું ક્ષેત્ર પ્રાપ્ત થાય છે.