________________
[ ૪૮૪ ]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
જ્યોતિષ્ક દેવ ઊપપત્રકાદિ : ઈન્દ્ર વિરહાદિ :|६१ अंतो णं भंते ! माणुसुत्तरस्स पव्वयस्स जे चंदिमसूरिय-गहगण-णक्खक्त तारारूवा, ते णं भंते ! देवा किं उड्डोववण्णगा कप्पोववण्णगा विमाणोववण्णगा चारोववण्णगा चारट्टिईया गइरइया, गइसमावण्णगा?
गोयमा ! अंतो णं माणुसुत्तरस्स पव्वयस्स जे चंदिमसूरिय जाव तारारूवे तेणं देवा णो उड्डोववण्णगा णो कप्पोववण्णगा, विमाणोववण्णगा, चारोववण्णगा, णो चारट्ठिइया, गइरइया गइसमावण्णगा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! માનુષોત્તર પર્વતના અંતર્વર્તી એટલે કે અઢીદ્વીપગત ચંદ્ર, સુર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારા રૂપ જે જ્યોતિષ્ક દેવો છે, તેઓ શું (૧) ઊર્વોપપત્રક-ચૈવેયક અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે? (૨) તેઓ શું કલ્પોપપત્રક- સૌધર્માદિ ૧૨ દેવલોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે? (૩) તેઓ શું વિમાનોપપન્નક– જ્યોતિષ્ક દેવો સંબંધિત વિમાનોમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે? (૪) તેઓ શું ચારોપપત્રક-મંડલાકાર ગતિથી પરિભ્રમણ કરનારા જ્યોતિષ્ક દેવો કહેવાય છે? (૫) તેઓ શું ચાર સ્થિતિક–મંડલાકાર ગતિથી પરિભ્રમણના અભાવવાળા જ્યોતિષ્ક દેવો કહેવાય છે? (૬) તેઓ શું ગતિરતિક ગતિમાં પ્રીતિવાળા કહેવાય છે કે (૭) ગતિ સમાપન્નક– નિરંતર ગતિ કરનારા કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ ! માનુષોત્તર પર્વત અંતર્વર્તી અઢીદ્વીપગત ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા રૂપ જ્યોતિષ્ક દેવો ઊર્ધ્વપપન્નક નથી, કલ્પોપનક નથી, વિમાનોત્પન્નક છે, ચારોપપન્નક છે, ચાર સ્થિતિક નથી, ગતિરતિક છે, ગતિ સમાપક છે.
६२ उड्डीमुहकलंबुया-पुप्फसंठाणसंठिएहिं जोयणसाहस्सिएहिं तावखेत्तेहिं, साहस्सियाहिं वेउव्वियाहिं बाहिराहिं परिसाहि, महयाहय- णट्टगीयवाइयतंतीतलताल-तुडिय-घण-मुइंग-पडुप्पवाइरय-रवेणं दिव्वाइं भोगभोगाई भुंजमाणा महया उक्किट्ठ-सीहणाय-बोलकल-कलरवेणं अच्छं पव्वयरायं पयाहिणावत्त मण्डलचारं मेरुं अणुपरियति । ભાવાર્થ :- આ જ્યોતિષ્ક દેવો ઊર્ધ્વમુખી કદંબ પુષ્પના આકારે સ્થિત હજારો યોજનના તાપ ક્ષેત્રને પ્રકાશિત કરતાં અનેક હજારો વૈક્રિય રૂપ ધારણ કરનારી બાહય પરીષદથી (નાટકાદિ કરનારા નોકર જેવા દેવોના સમૂહથી) પરિવૃત્ત થઈનાટક, ગીતના તાલ સાથે તંતી, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગાદિ વાજિંત્રના મધુર ધ્વનિ વગેરે દ્વારા દિવ્ય ભોગોને ભોગવતા; મોટા, ઉત્કૃષ્ટ સિંહનાદ કરતા; કલરવ કરતાં, નિર્મળઉજ્જવળ એવા પર્વતરાજ-મેરુની પ્રદક્ષિણાવર્ત મંડલગતિએ (મેરુ જમણીબાજુ જ રહે તેવી વર્તુળાકાર ગતિએ) પ્રદક્ષિણા કરતા રહે છે.