________________
૪૨
શ્રી જેબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
गोयमा ! णो तीए खेत्ते किरिया कज्जइ, पडुप्पण्णे खेत्ते किरिया कज्जइ, णो अणागए खेते किरिया कज्जइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં સૂર્યો દ્વારા અવભાસનાદિ ક્રિયા શું અતીત ક્ષેત્રમાં કરાય છે, વર્તમાન ક્ષેત્રમાં કરાય છે કે અનાગત ક્ષેત્રમાં કરાય છે?
ઉત્તર- હે ગૌતમ! સૂર્યો દ્વારા અવભાસનાદિ ક્રિયા અતીત ક્ષેત્રમાં કરાતી નથી, વર્તમાન ક્ષેત્રમાં કરાય છે; અનાગત ક્ષેત્રમાં કરાતી નથી. ५९ सा भंते ! किं पुट्ठा कज्जइ, अपुट्ठा कज्जइ ?
गोयमा! पुट्ठा कज्जइ णो अपुट्ठा कज्जइ । एवं जाव णियमा छद्दिसि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું સૂર્યો દ્વારા તે જ ક્ષેત્રનો સ્પર્શ કરીને અવભાસનાદિ ક્રિયા કરાય છે કે સ્પર્શ કર્યા વિના કરાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે ક્ષેત્રનો સ્પર્શ કરીને અવભાસનાદિ ક્રિયા કરાય છે, ક્ષેત્રનો સ્પર્શ કર્યા વિના અવભાસનાદિ ક્રિયા કરાતી નથી થાવત છ દિશામાં અવભાસનાદિ ક્રિયા કરાય છે, ત્યાં સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું. દ્વાર–૧રી
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં “ગમન ક્ષેત્ર સંબંધી અતીતાદિ પ્રશ્ન દ્વાર” નામના અગિયારમાં દ્વારનું તથા "ગમન ક્ષેત્ર સંબંધી ક્રિયાદિ પ્રશ્ન દ્વાર" નામના બારમાં દ્વારનું વર્ણન છે. પ્રસ્તુતમાં ક્ષેત્ર શબ્દથી સૂર્ય પ્રકાશથી વ્યાપ્ત ક્ષેત્ર પ્રકાશિત આકાશ વિભાગનું ગ્રહણ કરવામાં આવે છે. ક્ષેત્ર તો અનાદિ અનંત છે, તેથી તેમાં અતીતાદિ વ્યવહાર સંભવે નહીં પરંતુ અહીં “સૂર્ય પ્રકાશથી વ્યાપ્ત ક્ષેત્રનું તેવા વિશેષણ સાથે ગ્રહણ કરવાથી અતીતાદિ વ્યવહાર સંભવે છે. રૂદ ય શવંતુ સૂર્ય સ્વતેની વ્યાખ્યોતિ તોત્રમુડ્યા વૃત્તિ. સૂર્ય વર્તમાન તાપક્ષેત્ર, ગમન ક્ષેત્ર પર ચાલે છે.
અહીં, તે ક્ષેત્રને સ્પર્શ કરીને ચાલે, સ્પર્શ કર્યા વિના ચાલે વગેરે વર્ણન; પ્રજ્ઞાપના સૂત્રના આહાર પદ પ્રમાણે જાણવાનું કથન છે. તે આ પ્રમાણે છે– (પુકો ગામતરજુમદડમાલિવિયાણપુથ્વી ૧ કિર્ષિ નાવ વિના છર્લિ ) (૧) સ્પષ્ટ–સૂર્ય ગમન ક્ષેત્રને સ્પર્શ કરીને (૨) અવગાઢ -અવગાહિત કરીને (૩) અનંતરાવગાઢ-ક્ષેત્રને વ્યવધાન રહિત અવગાહિત કરીને (૪) અણુ, બાદર બંને પ્રકારના ક્ષેત્રને (સર્વાત્યંતર મંડળ અપેક્ષાએ અણુ, સર્વ બાહ્ય મંડળ અપેક્ષાએ બાદર) (૫) ઊધ્વદિ-સૂર્યમંડળ-બિંબની ૨ યોજન પ્રમાણ ઊંચાઈની અપેક્ષાએ ઊર્ધ્વ, તિર્યક, અધો દિશાને (૬) આદિ, મધ્યાદિ-૧૮ મુહૂર્તાદિ દિવસના આદિ, મધ્ય, અંત ભાગને, (૭) સ્વવિષય-સ્વ ઉચિત ક્ષેત્રને (૮) આનુપૂર્વી અનુક્રમથી ગમનક્ષેત્રને (૯) છ દિશા–નિયમા છ દિશાને અવભાસિત પ્રકાશિત કરે છે.