________________
સાતમો વક્ષસ્કાર
૪૮૧]
મધ્યાહ સમયે સૂર્ય નજીક છતાં દૂર દેખાવાનું કારણ - લેશ્યાના અભિતાપના કારણે સૂર્ય મધ્યાહ્ન સમયે નજીક છતાં દૂર પ્રતીત થાય છે. તેના પાપ તેવા બતાવેન-પ્રતાપે સર્વતોના प्रतापेनत्यर्थः, मूले च दूरे च दृश्यते, मध्याह्ने ह्यासन्नपि सूर्यस्तीव्रतेजसा दुर्दर्शात्वेन दूरप्रतीति નતિ લેશ્યા એટલે સૂર્યમંડળ-સૂર્યબિંબનું તેજ. તેજના અભિતાપથી એટલે પ્રતાપથી, મધ્યાહ્ન સૂર્ય કિરણો પ્રચંડ હોવાથી, તીવ્ર તેજના કારણે મીટ માંડીને જોઈ શકાતો ન હોવાથી તે નજીક હોવા છતાં દૂર હોય તેવી પ્રતીતિ (ભાસ) થાય છે. ગમન ક્ષેત્ર સંબંધી અતીતાદિ પ્રશ્નો -
५६ जंबुद्दीवे णं भंते ! दीवे सूरिया किं तीयं खेत्तं गच्छंति, पडुप्पण्णं खेत्तं गच्छंति, अणागयं खेत्तं गच्छंति ?
गोयमा ! णो तीयं खेत्तं गच्छंति, पडुप्पण्णं खेत्तं गच्छंति, णो अणागयं खेत्तं गच्छति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપમાં સૂર્યો શું અતીત ક્ષેત્ર ઉપર ચાલે છે, વર્તમાન ક્ષેત્ર ઉપર ચાલે છે કે અનાગત ક્ષેત્ર ઉપર ચાલે છે?
ઉત્તર- હે ગૌતમ! સુર્યો અતીત ક્ષેત્ર પર ચાલતા નથી, વર્તમાન ક્ષેત્ર પર ચાલે છે, અનાગત ક્ષેત્ર પર ચાલતા નથી. ५७ तं भंते ! किं पुटुं गच्छंति ? अपुटुं गच्छंति ?
गोयमा ! पुटुं गच्छंति णो अपुटुं गच्छंति एवं जहा पण्णवणाए आहार पयं तहा णेयव्वं जाव णियमा छद्दिसिं । एवं ओभासेंति, उज्जोवेंति, तति, पभासेंति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્યો શું ગમન ક્ષેત્રને સ્પર્શીને ચાલે છે કે સ્પર્શ કર્યા વિના ચાલે છે?
ઉત્તર- હે ગૌતમ! સૂર્યો ગમન ક્ષેત્રને સ્પર્શીને ચાલે છે પરંતુ સ્પર્શ કર્યા વિના ચાલતા નથી. વગેરે પ્રશ્નોત્તર પ્રજ્ઞાપના સૂત્રના આહાર પદ(અઠ્ઠાવીસમા પદ) પ્રમાણે જાણવા. વાવનિયમા છ દિશામાં સ્પર્શીને ચાલે છે.
આ જ પ્રમાણે સુર્યો ગમન ક્ષેત્રને અલ્પપ્રકાશિત કરે છે. વિશેષ પ્રકાશિત કરે છે, આતાપિત કરે છે, વિશેષ આતાપિત પ્રકાશિત કરે છે. llદ્વાર–૧૧/l. |५८ जंबुद्दीवे णं भंते ! दीवे सूरियाणं किं तीए खेत्ते किरिया कज्जइ ? पडुप्पण्णे खित्ते किरिया कज्जइ ? अणागए खेत्ते किरिया कज्जइ ?