________________
[ ૪૮૦ |
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપમાં સૂર્યો ઉદય સમયે, મધ્યાહ્ન સમયે અને અસ્ત સમયે જો એક સરખી ઊંચાઈએ હોય તો હે ભગવન્! સૂર્ય ઉદય સમયે દૂર હોવા છતાં નજીક, મધ્યાહ્ન સમયે નજીક હોવા છતાં દૂર અને અસ્ત સમયે દૂર હોવા છતાં નજીક કેમ દેખાય છે?
ઉત્તર- હે ગૌતમ! ઉદય સમયે સૂર્ય દૂર (૪૭,ર૩યો.) દૂર હોવાથી સૂર્યની વેશ્યાનો પ્રતિઘાત થાય છે. અર્થાત અતિદુરીના કારણે તેનો પ્રકાશ અહીં સુધી મંદ-મંદતમ પહોંચે છે. તેથી તે સુખપૂર્વક જોઈ શકાય છે. તેથી જ સૂર્ય દૂર હોવા છતાં નજીક દેખાય છે. (લાગે છે.)
મધ્યાહ્ન સમયે સૂર્ય પ્રાતઃકાલની અપેક્ષાએ નજીક (૮00 ચો.) હોય છે. તેથી તેની લેશ્યાનો પ્રતિઘાત થતો નથી અર્થાત્ સૂર્યનું તેજ પ્રચંડ હોય છે. તેથી તે દુર્દર્શનીય થઈ જાય છે અને તેથી જ તે નજીક હોવા છતાં દૂર દેખાય છે.
અસ્ત સમયે સૂર્ય દૂર (૪૭,ર૩યો.) દૂર હોવાથી સૂર્યની ગ્લેશ્યાનો પ્રતિઘાત થાય છે. અર્થાત્ અતિદૂરીના કારણે તેનો પ્રકાશ અહીં સુધી મંદ-મંદતમ પહોંચે છે. તેથી તે સુખપૂર્વક જોઈ શકાય છે. તેથી જ સૂર્ય દૂર હોવા છતાં નજીક દેખાય છે. (લાગે છે.)
આ રીતે હે ગૌતમ ! સૂર્ય તેજના પ્રતિઘાત અને અતિતાપના કારણે સૂર્ય નજીક કે દૂર દેખાય છે. liદ્વાર–૧oll વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં "દૂર નજીકથી સૂર્ય દર્શન લોક પ્રતીતિ દ્વાર" નામના દસમા દ્વારનું વર્ણન છે.
સમપૃથ્વી અને સૂર્ય વચ્ચે ઊર્ધ્વ અંતર ૮૦૦ ચો.નું છે. સૂર્યોદય, સૂર્યાસ્ત કે મધ્યાહ્ન કોઈ પણ સમયે આ અંતર સમાન જ હોય છે પરંતુ ઉદય-અસ્ત સમયે પૃથ્વી અને સૂર્ય વચ્ચે તિરછુ અંતર વધે છે. તે અંતર જઘન્ય ૪૭,૨૩ યો. હોય છે અને મધ્યાહ્ન સમયે તિરછુ અંતર ન હોવાથી ઊર્ધ્વ અંતર ૮૦૦ ચો. જ હોય છે. આ રીતે ઉદય-અસ્ત સમયે સુર્ય વધુ દૂર અને મધ્યાહ્ન સમયે નજીક હોય છે પરંતુ લેશ્યાના પ્રતિઘાત અને અતિતાપના કારણે વિપરીત પ્રતીતિ થાય છે. ઉદય અસ્ત સમયે સૂર્ય દૂર છતાં નજીક દેખાવવાનું કારણ - લેસ્થાના પ્રતિઘાતના કારણે સૂર્ય ઉદય અસ્ત સમયે દૂર હોવા છતાં નજીક પ્રતીત થાય છે. તેનાપડિયાપા-તેશ્યાવાડ - સૂર્યમંડનાત तेजसः, प्रतिघातेन दूरतरत्वादुद्गमनदेशस्य तदप्रसरणेनेत्यर्थः उदगमनमुहूर्त दूरे च मूले च दृश्यते, लेश्या प्रतिघाते हि सुखदृश्यत्वेन स्वभावेन दूरस्थोऽपि सूर्य आसन्नप्रतीतिं जनयति - લેશ્યા એટલે સૂર્યબિંબનું તેજ. ઉદય અસ્ત સમયે તે દૂર હોવાથી તેનું તેજ-પ્રકાશ પ્રસારિત થયું ન હોવાથી, તેનો તાપ મંદ હોવાથી સૂર્યને સૂખપૂર્વક જોઈ શકાય છે તેથી સૂર્ય દૂર હોવા છતાં નજીક હોય તેવી પ્રતીતિ થાય છે. અહીં દૂર = દ્રષ્ટસ્થાપેલા યા વિષે જે સ્થાનથી સૂર્ય દેખાતો હોય તે સ્થાનની અપેક્ષાએ દૂર અને મૂત્તે = પ્રતીત્યવેક્ષા આસને દશ્ય- દસ્થાન પ્રતીતિની અપેક્ષાએ નજીક, તેમ અર્થ કરવામાં આવેલ છે.