________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
एस णं पढमे छम्मासे, एस णं पढमस्स छम्मासस्स पज्जवसाणे । से पविसमाणे सूरिए दोच्चं छम्मासं अयमाणे पढमंसि अहोरत्तंसि बाहिराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ ।
૪૭૦
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સૂર્ય જ્યારે સર્વ બાહ્ય (૧૮૪મા) મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે કેટલો મોટો દિવસ અને કેટલી મોટી રાત્રિ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે આખા વરસની સૌથી મોટી, લાંબામાં લાંબી ૧૮ મુહૂર્તની રાત્રિ અને ટૂંકામાં ટૂંકો ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે.
આ રીતે પ્રથમ છ માસ થાય છે. અહીં સર્વ બાહ્ય મંડળમાં સૂર્યનું પરિભ્રમણ પૂર્ણ થતાં વર્ષના પ્રથમ છ માસનો અંત થાય છે. સર્વ બાહ્ય મંડળ(૧૮૪મા) મંડળથી અંદ૨, ૧૮૩મા મંડળ પર પ્રવેશતો સૂર્ય, બીજા છ માસનો પ્રારંભ કરતો, પ્રથમ અહોરાત્રમાં બીજા બાહ્ય મંડળ (૧૮૩મા મંડળ) ઉપર પરિભ્રમણ કરે છે.
३८ जया णं भंते ! सूरिए बाहिराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं के महाल दिवसे भवइ, के महालिया राई भवई ?
गोयमा ! अट्ठारसमुहुत्ता राई भवइ दोहिं एगसट्टिभागमुहुत्तेहिं ऊणा, दुवालसमुहुत्ते दिवसे भवइ दोहिं एगसट्ठिभागमुहुत्तेहिं अहिए ।
से पविसमाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि बाहिरतच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સૂર્ય જ્યારે સર્વ બાહ્યાનંતર મંડળ (૧૮૩મા મંડળ) ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે કેટલો મોટો દિવસ અને કેટલી મોટી રાત્રિ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! ત્યારે બે એકસઠાંસ( ઓગણસાઠ એકસઠાંશ(૧૭ ૬) મુહૂર્તની રાત્રિ અને
હોય છે.
મુહૂર્ણાંશ) ન્યૂન ૧૮ મુહૂર્તની અર્થાત્ સત્તર પૂર્ણાંક મુહૂર્ણાંશ અધિક ૧૨ મુહૂર્ત (૧૨ મુહૂર્ત)નો દિવસ
સર્વ બાહ્ય મંડળથી અંદર પ્રવેશતો સૂર્ય બીજા અહોરાત્રમાં ત્રીજા બાહ્ય(૧૮૨મા) મંડળ ઉપર પરિભ્રમણ કરે છે.
| ३९ जया णं भंते ! सूरिए बाहिरतच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं के महालए दिवसे भवइ, के महालिया राई भवइ ?
गोयमा ! तया णं अट्ठारसमुहुत्ता राई भवइ चउहिँ एगसट्ठिभागमुहुत्तेहिं