________________
સાત વક્ષસ્કાર
[ ૪૭૧ | ऊणा, दुवालसमुहुत्ते दिवसे भवइ चाहिं एगसट्ठिभागमुहत्तेहिं अहिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય જ્યારે ત્રીજા બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે કેટલો મોટો દિવસ અને કેટલી મોટી રાત્રિ હોય છે.
ઉત્તર- હે ગૌતમ! સૂર્ય ત્રીજા બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્તની રાત્રિ અર્થાત્ ૧૭ મુહૂર્ત અને મુહૂર્ત અધિક ૧ર મુહૂર્તનો (૧૨ નો) દિવસ હોય છે. |४० एवं खलु एएणं उवाएणं पविसमाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे दो-दो एगसट्ठिभागमुहुत्तेहिं एगमेगे मंडले रयणिखेत्तस्स णिवुड्डेमाणे-णिवुड्डेमाणे दिवसखेत्तस्स अभिवुड्डेमाणेअभिवुड्डेमाणे सव्वब्मंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી સર્વ બાહ્ય મંડળથી અંદર પ્રવેશતો, પછી પછીના મંડળો પર સંક્રમણ કરતો સૂર્ય પ્રત્યેક મંડળે રાત્રિને મુહૂર્તાશ નાની કરતો અને દિવસન મુહૂર્તાશ મોટો કરતો સર્વાત્યંતર મંડળે પહોંચે છે.
४१ जया णं भंते ! सूरिए सव्वबाहिराओ मंडलाओ सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं सव्वबाहिरं मंडलं पणिहाय एगेणं तेसीएणं राइंदियसएणं तिण्णि छावढे एगसट्ठिभागमुहुत्तसए रयणिखेत्तस्स णिव्वुड्ढेत्ता दिवसखेत्तस्स अभिवड्वेत्ता चारं चरइ ।
एस णं दोच्चे छम्मासे, एस णं दुच्चस्स छम्मास्स पज्जवसाणे, एस णं आइच्चे संवच्छरे, एस णं आइच्चस्स संवच्छरस्स पज्जवसाणे पण्णत्ते । ભાવાર્થ - જ્યારે સૂર્ય સર્વ બાહા મંડળથી સર્વાત્યંતર મંડળ ઉપર આવી પરિભ્રમણ કરે ત્યારે સર્વબાહ્ય મંડલની અપેક્ષાએ (૧૮૪મા મંડળને વર્જિને શેષ ૧૮૩ મંડળના) ૧૮૩ અહોરાત્રના ૩૬ એકસઠીયા ભાગ (૨) અર્થાત્ ૬ મુહૂર્ત પ્રમાણ રાત્રિ ક્ષેત્રની હાનિ અને દિવસ ક્ષેત્રની વૃદ્ધિ કરે છે.
આ બીજા (ઉત્તરાયણના) છ માસ છે. સર્વ આત્યંતર મંડલ પર સૂર્ય પરિભ્રમણ કરે ત્યારે બીજા છ માસ પૂર્ણ થાય છે. આ બંને છ માસ મળીને આદિત્ય સંવત્સર થાય છે. આ રીતે સૂર્ય સર્વાત્યંતર મંડળ પૂર્ણ કરે ત્યારે આદિત્ય સંવત્સર પૂર્ણ થાય છે.દ્વાર-ટા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દિવસ રાત્રિ હાનિ વૃદ્ધિ દ્વાર' નામના આઠમાં દ્વારનું વર્ણન છે.