________________
સાતમો વક્ષસ્કાર
૪૫ |
ઉત્તર- હે ગૌતમ ! સૂર્ય જ્યારે ત્રીજા બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રત્યેક મુહૂર્તે પાંચ હજાર, ત્રણસો ચાર પૂર્ણાક ઓગણચાળીસ સાઠાંશ (પ.૩૦૪ ૬) યોજના ક્ષેત્રને પાર કરે છે અને ત્યારે આ ભરત ક્ષેત્રના મનુષ્યો બત્રીસ હજાર, એક યોજન અને ઓગણપચાસ સાઠાંશ તથા ત્રેવીસ એકસઠાંશ (૩૨,૦૦૧ ૬ અને ફર) યોજન દૂરથી સૂર્યને જુએ છે. |३१ एवं खलु एएणं उवाएणं पविसमाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे अट्ठारस-अट्ठारस सट्ठिभाए जोयणस्स एगमेगे मंडले मुहुत्तगई णिवड्डेमाणे-णिवड्डेमाणे साइरेगाइं पंचासीइं-पंचासीई जोयणाई पुरिसच्छायं अभिवड्डेमाणे-अभिवड्डेमाणे सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ । एसणं दोच्चे छम्मासे । एसणं दोच्चस्स छम्मासस्स पज्जवसाणे, एस णं आइच्चे संवच्छरे, एस णं आइच्चस्स संवच्छरस्स पज्जवसाणे पण्णत्ते । ભાવાર્થ :- આ રીતે આ ક્રમથી અંતિમ ૧૮૪ મંડળ પરથી અંદર પ્રવેશતો, પછી પછીના મંડળો પર સંક્રમણ કરતો સૂર્ય પ્રત્યેક મંડળે યોજનની ગતિને ઘટાડતો-ઘટાડતો અને સાતિરેક ૮૫ યોજન પુરુષ છાયા-દષ્ટિપથને વધારતો-વધારતો સર્વાત્યંતર મંડળ પર પહોંચે છે.
આ બીજા છ માસ છે. આ સર્વાત્યંતર મંડળ પૂર્ણ થતાં બીજા છ માસ પૂર્ણ થાય છે. આ બંને છ-છ માસના સંયોગે એક આદિત્ય(સૂર્ય) સંવત્સર થાય છે. સૂર્યનું આ સર્વાભ્યતર(પ્રથમ) મંડળમાં ભ્રમણ પૂર્ણ થતાં આદિત્ય સંવત્સર પૂર્ણ થાય છે. દ્વાર–છી વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મુહૂર્ત ગતિ દ્વાર' નામના સાતમાં દ્વારનું વર્ણન છે. સૂર્ય દક્ષિણાયનના છ મહિનામાં (૧૮૩ અહોરાત્રમાં) ૧૮૩ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે અને ઉત્તરાયણના છ મહિનામાં (૧૮૩ અહોરાત્રમાં) ૧૮૩ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. સૂર્ય પ્રત્યેક મંડળ ૩૦ મુહૂર્તે પાર કરે છે. દક્ષિણાયનમાં પ્રત્યેક મંડળની લંબાઈ, પહોળાઈ, પરિધિ વધતા જાય છે અને ઉત્તરાયણમાં પ્રત્યેક મંડળની લંબાઈ, પહોળાઈ, પરિધિ ઘટતા જાય છે. મંડળની પરિધિ વધવા છતાં સૂર્યની ગતિના કાળમાનમાં વધારો થતો નથી. ૩૦ મુહૂર્ત અર્થાતુ એક અહોરાત્ર (૨૪ કલાક)માં તે મંડળ તેને પસાર કરવાનું હોય છે તેથી પ્રતિ મંડળે સૂર્ય પોતાની પરિભ્રમણ ગતિ વધારે છે. મુહૂર્ત ગતિ – પ્રતિમંડળ ઉપર સૂર્ય એક-એક મુહૂર્તમાં જેટલા યોજન ચાલે તે તેની મુહૂર્ત ગતિ કહેવાય છે. સૂર્યની મુહૂર્ત ગતિ નિશ્ચિત કરવાની વિધિ - સર્વમાન મંહતનેવોનાહોરાત્રે રાખ્યા ભૂખ્યા परिसमाप्यते, प्रतिसूर्य अहोरात्र गणने परमार्थतो द्वावहोरात्रौ भवतः, द्वयोश्चाहारोत्रयोः षष्टिमुहूर्तास्ततो