________________
[ ૪પર |
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
સૂર્ય મંડલો વચ્ચેનું અંતર :
६ सूरमंडलस्स णं भंते ! सूरमंडलस्स य केवइयं अबाहाए अंतरे पण्णत्ते ? गोयमा ! दो जोयणाई अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક સૂર્યમંડળ અને બીજા સૂર્યમંડળ વચ્ચે અબાધિત(વ્યવધાન રહિત) અંતર કેટલું છે?
ઉત્તર- હે ગૌતમ ! એક સૂર્યમંડળથી બીજા સૂર્યમંડળનું અબાધિત અંતર બે યોજનાનું હોય છે. llદ્વાર-ઋl. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂર્યમંડળ અંતર' દ્વાર નામના ત્રીજા દ્વારનું વર્ણન છે. પ્રત્યેક સૂર્ય મંડળ વચ્ચે ૨–૨ યોજનાનું અંતર છે. સૂર્ય મંડળ વચ્ચેના અંતરની ગણના વિધિ:- સૂર્યના ચાર ક્ષેત્રમાંથી સૂર્યના ૧૮૪ મંડલોના કુલ સૂર્ય મંડલો વચ્ચે અંતર
મંડલ ક્ષેત્રને બાદ કરતાં કુલ અંતર ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. તેને ૧૮૩ મંડળમાં વિભક્ત કરવા ૧૮૩થી ભાગતા જે સંખ્યા આવે તેટલું અંતર પ્રત્યેક મંડળ વચ્ચે જાણવું. તે આ પ્રમાણે છે– સૂર્ય મંડળના ૫૧૦ ( યોજનના ભ્રમણ ક્ષેત્રમાંથી ૧૪૪ યોજના કુલ મંડળ ક્ષેત્રના બાદ કરતાં (૫૧૦૬ - ૧૪૪) =
૩યોજન શેષ રહે છે. તેને ૧૮૩ આંતરમાં વહેંચવા + બે મંડળ વચ્ચે રયો.નું અંતર અને * સૂર્ય મંડલ સંખ્યા ૧૮૪, આંતરા-૧૮૩
૩૬૬+ ૧૮૩ = ૨ યોજન પ્રાપ્ત થાય છે. તે પ્રત્યેક મંડળ માર્ગની જાડાઈ ઉમેરાતા તે * વર્તુળની લટી વિમાન પહોળાઈ દર્શક છે. અંતર ર હો .ગણાય છે. હોવાથી તેની જાડાઈ ગયો. છે. મંડળની વચ્ચે ૨-૨ યોજનાનું આંતરું છે.
અવારા અંતરે :- પ્રસ્તુત સૂત્રમાં 'આબાધા
અંતર' નો શબ્દ પ્રયોગ છે. અહીં અંતર શબ્દના વિશેષણ રૂપે આબાધા-અવ્યવધાન શબ્દનો પ્રયોગ થયો છે. 'અંતર' શબ્દનો તફાવત, વિશેષતા વગેરે અર્થ પણ થાય છે. જેમ કે- મોહન બંને વચ્ચે ઘણું અંતર છે અર્થાત્ બંને વચ્ચે ઘણો તફાવત છે, બંને વચ્ચે ઘણી વિશેષતા છે. પ્રસ્તુતમાં બે મંડળ વચ્ચે કેટલું અંતર છે એટલે કે બે મંડળ વચ્ચે કેટલો તફાવત છે, તેવા અર્થમાં અંતર શબ્દ ગ્રહણ ન થઈ જાય તે માટે સુત્રકારે આબાધા વિશેષણ સાથે અંતર શબ્દનો પ્રયોગ કર્યો છે. તેથી અર્થ થાય છે કે એક મંડળથી બીજા મંડળ વચ્ચે વ્યવધાન રહિત કેટલું અંતર છે? અર્થાત્ એક મંડળથી બીજું મંડળ કેટલું દૂર છે? એક મંડળથી બીજું મંડળ કોઈપણ જાતના વ્યવધાન રહિતપણે ર યોજન દૂર હોય છે.