________________
૪૪૮
૧૧૦ યોજનમાં જ્યોતિષ્મ ચક્ર
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
અને વૈમાનિક, આ ચાર પ્રકારના દેવોમાંથી જ્યોતિષી દેવો મધ્યલોકમાં વસે છે. તેના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા, તેમ પાંચ ભેદ છે. સમપૃથ્વીથી ૭૯૦ યોજનથી શરૂ કરી ૯૦૦ યોજન સુધીમાં અર્થાત્ ૧૧૦ યોજનમાં આ જ્યોતિષી દેવો વસે છે. અઢીદ્વીપમાં આ પાંચે પ્રકારના દેવોના વિમાનો મેરુપર્વતને પ્રદક્ષિણા કરતા ફરે છે અને અઢીદ્વીપની બહાર તે સ્થિર છે.
ચંવાપમાતિસુ :– ચંદ્રની પ્રભા એટલે પ્રકાશ. ચંદ્રના પ્રકાશને ઉદ્યોત કહે છે. ચંદ્ર વિમાનના પૃથ્વીકાય જીવોને ઉદ્યોત નામકર્મનો ઉદય હોય છે તેથી તેઓ શીત-અનુષ્ણ સ્પર્શ અને પ્રકાશિત શરીરવાળા હોય છે. જંબુદ્રીપમાં બે ચંદ્ર હોય છે, તે બંને ચંદ્ર સામસામી દિશાઓને પ્રકાશિત કરે છે.
सूरिया तवइंसु :- સૂર્યનો તાપ એટલે આતાપ, સૂર્ય વિમાનના પૃથ્વીકાય જીવોને આતપ નામકર્મનો ઉદય હોય છે તેથી તેઓ ઉષ્ણ સ્પર્શ અને પ્રકાશિત શરીરવાળા હોય છે. જંબુદ્રીપમાં ૨ સૂર્ય પ્રકાશ કરે છે. તે બંને સૂર્ય સામસામી દિશામાં પ્રકાશ પાથરે છે.
પવવત્તા ગોળ :– પોત-પોતાના મંડળ ઉપર પરિભ્રમણ કરતા નક્ષત્રો જેટલો સમય ચંદ્ર અને સૂર્ય સાથે રહે, સાથે પરિભ્રમણ કરે કે સંબંધમાં રહે, તેને યોગ કહે છે.
महग्गहा चारं चरिंसु :- મહાગ્રહ ચાલ ચાલે છે. ચાલ એટલે મંડળ ક્ષેત્ર પર પરિભ્રમણ કરવું. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર બધાને પોત-પોતાના મંડળ હોય છે અને તે તે મંડળ પર પરિભ્રમણ કરે છે. પણ અહીં ગ્રહની ગતિ માટે 'ચાર' શબ્દનો પ્રયોગ કર્યો છે. એક-એક ચંદ્ર પરિવારના ૮૮-૮૮ ગ્રહ છે. તેથી બે ચંદ્રના કુલ ૧૭૬ ગ્રહ છે.
તારાનળ :– એક-એક ચંદ્રના પરિવારમાં ૬૬,૯૭૫ કોટાકોટિ તારાગણ હોય છે. તેથી બે ચંદ્રના કુલ મળી ૧,૩૩,૯૫૦ કોટાકોટિ તારાગણ છે.
સૂર્યમંડલની સંખ્યા :
२ कइ णं भंते ! सूरमंडला पण्णत्ता ? गोयमा ! एगे चउरासीए मंडलसए पण्णत्ते ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સૂર્યમંડળો(સૂર્યના વર્તુળાકાર ભ્રમણ માર્ગો) કેટલા હોય છે ? ઉત્તરહે ગૌતમ ! સૂર્યના મંડળો ૧૮૪ છે.