________________
સાતમ વક્ષસ્કાર
| ૪૪૯ |
३ जंबुद्दीवे णं भंते ! दीवे केवइयं ओगाहित्ता केवइया सूरमंडला पण्णत्ता ?
गोयमा ! जंबुद्दीवे दीवे असीयं जोयण सयं ओगाहित्ता, एत्थ णं पण्णट्ठी सूरमंडला पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપમાં કેટલા સૂર્ય મંડળો છે? તે કેટલા ક્ષેત્રને અવગાહીને રહ્યા છે?
ઉત્તર- હે ગૌતમ! જેબૂદ્વીપ નામના દ્વીપના ૧૮૦(એકસો એસી) યોજના ક્ષેત્રમાં સૂર્યના ૫ મંડળો વ્યાપ્ત છે અર્થાત્ જેબૂદ્વીપ ઉપર ૫ સૂર્યમંડળો છે. ४ लवणे णं भंते ! समुद्दे केवइयं ओगाहित्ता केवइया सूरमंडला पण्णत्ता ?
गोयमा ! लवणे समुद्दे तिण्णि तीसे जोयणसए ओगाहित्ता, एत्थ णं एगूणवीसे सूरमंडलसए पण्णत्ते । एवामेव सपुव्वावरेणं जंबुद्दीवे दीवे लवणे य समुद्दे एगे चुलसीए सूरमंडलसए भवंतीतिमक्खायं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! લવણ સમુદ્રમાં કેટલા સુર્ય મંડળો છે? તે કેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે છે?
ઉત્તર- હે ગૌતમ! લવણસમુદ્રમાં ૩૩0 યોજન ક્ષેત્રમાં સૂર્યના ૧૧૯ મંડળો વ્યાપ્ત છે અર્થાત્ લવણસમુદ્ર ઉપર ૧૧૯ સૂર્યમંડળો છે.
આ પ્રમાણે જંબૂદ્વીપ અને લવણસમુદ્ર બંનેના મળીને(૫+૧૧૯) કુલ ૧૮૪ સૂર્યમંડળો કહેવામાં આવ્યા છે. દ્વાર–ની વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સૂર્યમંડળ સંખ્યા નામના પ્રથમ દ્વારનું કથન છે. સૂર્ય મંડળ પ્રરૂપણાના ૧૫ ધાર :- ચંદ્ર મંડળ કરતા સૂર્ય મંડળની વક્તવ્યતા વધુ હોવાથી સૂત્રકારે પ્રથમ સૂર્ય મંડળનું વર્ણન કર્યું છે. વૃત્તિકારે સૂત્રગત સૂર્ય વર્ણનનાં ૧૫ દ્વાર દ્વારા પ્રરૂપણા કરી છે. તે ૧૫ દ્વાર આ પ્રમાણે છે– (૧) મંડળ સંખ્યા દ્વાર (૨) મંડળ ચાર ક્ષેત્ર દ્વાર (૩) મંડળ આબાધા અંતર દ્વાર (૪) સૂર્ય વિમાન આયામ-વિખંભ દ્વાર (૫) મેરુપર્વત અને મંડળ અંતર દ્વાર (૬) મંડળ આયામાદિની વૃદ્ધિ હાનિ દ્વાર (૭) મુહૂર્ત ગતિ દ્વાર (૮) દિવસ-રાત્રિ વૃદ્ધિ હાનિ દ્વાર (૯) તાપ ક્ષેત્ર સંસ્થાન દ્વાર (૧૦) સૂર્ય દૂર-નજીક દેખાવા સંબંધી લોકપ્રતીતિ દ્વાર (૧૧) ચાર ક્ષેત્ર સંબંધી અતીતાદિ પ્રશ્ન દ્વાર (૧૨) ચાર ક્ષેત્ર સંબંધી ક્રિયાદિ પ્રશ્ન દ્વાર (૧૩) ઊધ્વદિ દિશા પ્રાપ્ત તાપ ક્ષેત્ર પ્રમાણ દ્વાર (૧૪) જ્યોતિષ્ક દેવ ઊપપન્નાદિ દ્વાર (૧૫) ઇન્દ્રાદિ અભાવમાં સ્થિતકલ્પ દ્વાર.