________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
તરફ પ્રયાણ કરે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. ગ્રહો, નક્ષત્રો, તારાઓનું એક મંડલથી બીજા મંડલ ઉપર ગમન થતું ન હોવાથી તેને ઉત્તરાયણ, દક્ષિણાયન કે ચાર ક્ષેત્ર નથી. સૂર્યના તાપથી વસ્તુની છાયા–પડછાયો પડે છે. ઉત્તરાયણ–દક્ષિણાયનમાં તે છાયા નાની-મોટી થાય છે. તેની હાનિ-વૃદ્ધિના ક્રમનું વર્ણન આ વક્ષસ્કારમાં છે.
૪૪૬
ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર એ ત્રણેની ગતિની ભિન્નતાના કારણે પોત-પોતાના ભ્રમણ માર્ગ પર ચાલતા ચંદ્ર-નક્ષત્ર, સૂર્ય-નક્ષત્રનું સહભ્રમણ થાય છે, તેનાથી અનેક પ્રકારના યોગ થાય છે. તે વિવિધ યોગોનું, કરણનું, જ્યોતિ દેવ વિમાનોનું, તેના દેવોનું અને ઇન્દ્રાદિનું વર્ણન આ વક્ષસ્કારમાં છે. ગ્રહ અને તારા સંબંધી અલ્પ વર્ણન છે.
આ વક્ષસ્કારના અંતમાં જંબુદ્રીપ વર્ણનની સમાપ્તિ કરતા સૂત્રકારે જંબુદ્રીપની લંબાઈ-પહોળ ાઈ આદિનું પુનઃ કથન કરી, જંબૂદ્દીપના નામહેતુનું કથન કર્યું છે. મિથિલા નગરમાં આ 'જંબૂદ્દીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર'ની પ્રરૂપણાના કથન સાથે વક્ષસ્કાર અને સૂત્રની સમાપ્તિ કરવામાં આવી છે.
܀܀܀