________________
સાતમો વક્ષસ્કાર
[ ૪૪પ ]
સાતમો વક્ષસ્કાર . પરિચય
જ
જે
જે જે
પ્રસ્તુત વક્ષસ્કારમાં અઢીદ્વીપમાં દિવસ-રાત્રિ આદિ કાળ વિભાગનું સર્જન કરતાં જ્યોતિષ્ક દેવ વિમાનોનું વર્ણન છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા, આ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવ વિમાનો અઢીદ્વીપમાં જંબુદ્વીપના સુમેરુ પર્વતને પ્રદક્ષિણા કરે છે અને ભિન્ન-ભિન્ન ક્ષેત્રમાં દિવસ-રાત્રિ કરે છે.
સમપૃથ્વીથી ૭૯૦ યોજનથી ૯૦૦ યોજન પર્યત ઊર્ધ્વદિશામાં ઊંચે રહેલા આ જ્યોતિષ્ઠ વિમાનો અઢીદ્વીપની બહાર સ્થિર છે અને નિયત ક્ષેત્રમાં પ્રકાશ પાથરતા રહે છે.
જંબુદ્વીપમાં રચંદ્ર, સૂર્ય છે અને તે બંનેના પરિવાર રૂપે પદનક્ષત્રો, ૧૭૬ ગ્રહો અને ૧,૩૩,૯૫૦ ક્રોડાકોડી તારાઓ છે. આ બંને ચંદ્ર, સૂર્ય વગેરે મેરુથી સામસામી દિશામાં રહીને મેરુને પ્રદક્ષિણા કરે છે. મંડલ – ચંદ્રાદિ જ્યોતિષ્ક વિમાનોના પ્રદક્ષિણાના વર્તુળાકાર માર્ગ 'મંડલ' કહેવાય છે. ચંદ્ર, સુર્યના આ પ્રદક્ષિણા માર્ગ સંપૂર્ણ માંડલાકાર નથી. તેઓ પરિભ્રમણ કરતાં-કરતાં પોતાના સ્થાનથી દૂર સરકે છે. પ્રદક્ષિણા કરતા કરતા જલેબીના ગૂંચળાની જેમ દૂર જાય છે અને પુનઃ પ્રદક્ષિણા કરતાં-કરતાં નજીક આવે છે. તેઓ પ૧) યોજનમાં ગમનાગમન-પરિભ્રમણ કરે છે. સૂર્યના ૧૮૪ અને ચંદ્રના ૧૫ અનવસ્થિત મંડલો છે.
ગ્રહ, નક્ષત્ર અને તારાઓ પોતાના એક નિશ્ચિત વર્તુળાકાર મંડલ ઉપર જ પરિભ્રમણ કર્યા કરે છે. ૨૮ નક્ષત્રોના આઠ અવસ્થિત મંડલ છે. પ્રત્યેક નક્ષત્રનું પોતાનું એક જ નિશ્ચિત મંડલ છે. તિરછા ૫૧૦ યોજનના ક્ષેત્રમાં નક્ષત્ર સમૂહના આઠ મંડલો છે.
ચંદ્ર, સૂર્ય, નક્ષત્રનું પ્રથમ મંડલ મેરુથી ૪૪,૮૨૦ યોજન દૂર છે. તારાઓનું પ્રથમ મંડલ મેથી ૧,૧૨૧ યોજન દૂર છે. ચંદ્ર, સૂર્ય, નક્ષત્રના પ્રથમ અને અંતિમ મંડલ સમરેખાએ ઉપર-નીચે છે. તેથી તેમનો વ્યાસ, પરિધિ આદિ સમાન છે.
- બંને સૂર્યો મળીને(પ્રત્યેક સૂર્ય અર્ધ-અર્ધ મંડલ ચાલીને) ૦ મુહૂર્ત ૪૮ કલાકે એક પ્રદક્ષિણા પૂર્ણ કરે છે. ૩૦ મુહૂર્તનો ૨૪ કલાકનો ૧ અહોરાત્ર કહેવાય છે. બંને ચંદ્ર મળીને મુહૂર્ત અને નક્ષત્રો ૫૯ ૩૭મુહૂર્તે એક પ્રદક્ષિણા પૂર્ણ કરે છે. આ પ્રદક્ષિણા કરતા સૂર્ય જે ક્ષેત્રમાં પ્રકાશ પાથરે ત્યાં દિવસ અને સૂર્ય પ્રકાશનો અભાવ હોય ત્યાં રાત્રિનો વ્યવહાર કરાય છે. ચંદ્રના પરિભ્રમણના આધારે તિથિ નિર્મિત થાય છે. ચંદ્ર સૂર્યાદિના આ પરિભ્રમણના આધારે ચંદ્ર, સૂર્યાદિ માસ અને સંવત્સર નિર્મિત થાય છે.
ચંદ્ર અને સૂર્ય પોતાના અનેક મંડલો પર ભ્રમણ કરતા હોવાથી મેરુ તરફના પ્રથમ મંડલથી અંતિમ મંડલ તરફ પ્રયાણ કરે તેને દક્ષિણાયન અને લવણ સમુદ્ર તરફના અંતિમ મંડળથી પ્રથમ મંડળ