________________
બાહ્ય સૂત્ર, તેવા બે વિભાગમાં વિભક્ત છે. ગણધર ભગવંતો દ્વારા રચિત આગમો 'અંગ સૂત્ર' કહેવાય છે. અંગ સૂત્ર સાક્ષાત્ ગણધર ભગવંતો દ્વારા રચિત હોવાથી સ્વતઃ પ્રમાણ રૂપ જ છે.
ચૌદ પૂર્વીથી દશ પૂર્વી સ્થવિર ભગવંતો દ્વારા રચિત આગમો "અંગબાહ્ય સૂત્ર" કહેવાય છે. આ અંગબાહ્ય સૂત્રો પરતઃ પ્રમાણરૂપ છે. દશપૂર્વી સાધુ ભગવંતો અવશ્ય સમ્યગ્દર્શી હોય છે. તેથી તેમના દ્વારા રચિત ગ્રંથોમાં તથ્યોના વિરોધી તત્ત્વ પ્રરૂપણાની સંભાવના નથી. તેમની પ્રરૂપણા સત્ય અને પ્રમાણભૂત હોય છે.
શ્રી દેવવાચક ગણિએ શ્રી નંદી સૂત્રમાં અંગ સૂત્રો અને અંગ બાહ્ય સૂત્રોને કાલિક શ્રુત ૧ અને ઉત્કાલિક શ્રુત, તે બે વિભાગમાં વિભક્ત કર્યા છે. જે સૂત્રોનો સ્વાધ્યાય પ્રથમ અને ચોથા પ્રહરે જ કરી શકાય, તેને કાલિક શ્રુત કહેવામાં આવે છે અને જે સૂત્રનો સ્વાધ્યાય સંધ્યા સમયની બે-બે ઘડીઓ વર્જિને કરી શકાય તેને ઉત્કાલિક શ્રુત કહે છે. અંગ સૂત્રો તો કાલિક શ્રુત જ છે. અંગ બાહ્ય સૂત્રોમાં કેટલાક કાલિક શ્રુતરૂપ છે અને કેટલાક ઉત્કાલિક શ્રુતરૂપ છે. તેમાં જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ કાલિક શ્રુત રૂપ છે. નંદીસૂત્રની અંગબાહ્ય કાલિક શ્રુતની ગણનામાં જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિનું આઠમું સ્થાન છે. આગમોના અંગ, ઉપાંગ, મૂળ અને છેદ રૂપ વર્ગીકરણમાં જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ પાંચમું ઉપાંગ છે.
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના વક્ષસ્કાર ઃ– જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ એક અધ્યયન રૂપ છે
અને તેના સાત વક્ષસ્કાર-પ્રકરણ છે. વક્ષસ્કાર શબ્દનો વાસ્તવિક અર્થ પ્રકરણ નથી પરંતુ સૂત્રકારે પ્રકરણ અર્થમાં વક્ષસ્કાર શબ્દનો પ્રયોગ કર્યો છે. જંબુદ્રીપમાં વક્ષસ્કાર નામના પ્રમુખ પર્વતો છે. આ વક્ષસ્કાર પર્વતો એક ક્ષેત્રને જુદા જુદા વિભાગમાં વિભક્ત કરે છે. પ્રકરણ કે ઉદ્દેશક એક અધ્યયનના વિષયાનુરૂપ જુદા જુદા વિભાગ કરે છે. આ વિભાગ કરવાની સામ્યતાના કારણે સૂત્રકારે પ્રસ્તુત સૂત્રમાં ઉદ્દેશક કે પ્રકરણ અર્થમાં વક્ષસ્કાર શબ્દનો પ્રયોગ કર્યો છે, તે પ્રસંગોચિત છે.
આ આગમના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવા બે વિભાગ પણ કરવામાં આવે છે. તેમાં ૧ થી ૪ વક્ષસ્કારનો સમાવેશ પૂર્વાર્ધમાં અને ૫ થી ૭ વક્ષસ્કારનો સમાવેશ ઉતરાર્ધમાં કરવામાં આવે છે. જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિનો સૂત્ર પાઠ ૪,૧૪૬(ચાર હજાર એકસો છેતાલીશ) શ્લોક પ્રમાણ ગણવામાં આવ્યો છે.
44