________________
અનુવાદિકાની કલમે
- મંગલમૂર્તિ પૂજ્યવરા મુક્તાબાઈ મ.
દાર્શનિક જગતમાં જૈન દર્શન એક આગવું અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જૈનદર્શને જગત સમક્ષ જીવ-અજીવ સૃષ્ટિ, લોક-પરલોક આદિ વિષયોનું તલસ્પર્શી ચિંતન રજૂ કર્યું છે. જૈનાગમોનો મુખ્ય વિષય અધ્યાત્મ હોવા છતાં તે આનુષંગિક રૂપે વિશ્વના પ્રાયઃ સર્વવિષયોને સ્પર્શે છે. ગણિત, ભાષા, ઇતિહાસ, ભૂગોળ, ખગોળ, વૈદ્યકીય આદિ વિષયોમાંથી કેટલાક વિષયોની અલ્પ પ્રમાણમાં તો કેટલાક વિષયોની વિસ્તૃત માહિતી આગમોમાં જોવા મળે છે. આગમો ભૂગોળ અને ખગોળ વિષયક વિસ્તૃત માહિતીના ખજાના રૂપ છે. જો કે આગમ સાહિત્યમાં ભૂગોળ કે ખગોળ શબ્દનો પ્રયોગ નથી પરંતુ ક્ષેત્રલોકના વર્ણન અંતર્ગત, લોકમાં સ્થિત સર્વ ક્ષેત્રો, પૃથ્વીઓ, નદીઓ, તળાવો, પર્વતો, વનો આદિ ભૂગોળ વિષયક વર્ણન અને મધ્યલોકમાં વસતા સૂર્ય, ચંદ્રાદિ જ્યોતિષી દેવો વગેરે ખગોળ વિષયક વર્ણન દષ્ટિગોચર થાય છે.
શ્રી ઠાણાંગ સૂત્ર, સમવાયાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, જીવાભિગમ સૂત્ર વગેરે આગમોમાં અનેક સ્થાને ભૌગોલિક માહિતીઓ તો છે જ પરંતુ તે વિષયને અનુલક્ષીને રચાયેલા જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ-સૂર્ય પ્રજ્ઞપ્તિ જેવા સ્વતંત્ર આગમો તે વિષયની મહત્તા સૂચિત કરે છે. આ આગમો વર્તમાન સંશોધકોને પથદર્શક બને છે.
પ્રસ્તુત જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં મહદ્ અંશે જંબુદ્વીપનું વર્ણન છે. એશિયા આદિ ૬ ખંડો આ જંબુદ્વીપની દક્ષિણે આવેલા ભરતક્ષેત્રમાં સમાવિષ્ટ થાય છે. આ ભરત ક્ષેત્ર ઉપરાંત માનવ વસ્તી ધરાવતા અન્ય ક્ષેત્રો પણ જંબૂદ્વીપમાં છે અને જંબૂદ્વીપની બહાર ધાતકી ખંડ દ્વીપ વગેરેમાં પણ માનવ વસ્તી છે. માનવ વસ્તી ન હોય તેવા પણ અસંખ્યાત દ્વીપ છે. તે સર્વનું વર્ણન આગમ સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. આગમ સાહિત્યમાં જેબૂતીપ પ્રજ્ઞપ્તિનું સ્થાન :- આગમ સાહિત્યમાં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની 'અંગબાહ્ય” સૂત્ર રૂપે ગણના થાય છે. આગમ સાહિત્ય અંગસૂત્ર અને અંગ
43