________________
પાંચમો વક્ષસ્કાર
૪૨૭
ભાવાર્થ :- ત્યાર પછી ઘણાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિકદેવ તીર્થકર ભગવાનનો જન્મોત્સવ ઉજવે છે. ત્યાર પછી જ્યાં નંદીશ્વર દ્વીપ છે ત્યાં આવે છે. ત્યાં આવીને અણહ્નિકા મહોત્સવ આયોજિત કરે છે. તે પ્રમાણે કરીને જે દિશામાંથી આવ્યા હોય તે દિશામાં પાછા ચાલ્યા જાય છે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં તીર્થકરોના જન્મમહોત્સવની સમાપન વિધિનું વિધાન છે. ૩ર કરોડ સુવર્ણ મુદ્રા, ભદ્રાસન વગેરે જન્મભવનમાં મૂકાવવા વગેરે કથન ભાવાર્થથી સ્પષ્ટ છે.
દેવોની પ્રત્યેક ક્રિયા દેવાધિદેવ, ત્રિલોકીનાથ, તીર્થંકર પ્રત્યેની ભક્તિની સૂચક છે.
ભવિષ્યમાં જે પરમ પુરુષ શાસનની સ્થાપના કરશે, ત્રણે જગતના જીવોને નિષ્કામભાવે, નિષ્પક્ષપણે સન્માર્ગનું દર્શન કરાવી દુઃખ મુક્તિ માટે રાહબર બનશે તેવા ઉત્તમ પુરુષોનો જન્મ મહોત્સવ દેવો, દાનવો અને માનવો આનંદપૂર્વક ઉજવે છે.
II વક્ષસ્કાર-પ સંપૂર્ણ |