________________
૪૨૮
શ્રી જીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
છઠ્ઠો વક્ષસ્કાર
પરિચય
જે
પ્રસ્તુત વક્ષસ્કાર પૂર્વ વર્ણિત વિષયોનો સંગ્રાહક છે. તેમાં જંબુદ્વીપના ક્ષેત્ર, પર્વત, નદી, કૂટ વગેરે વિષયોનું સંખ્યા માત્રથી જ કથન કર્યું છે, આ વક્ષસ્કારમાં સૂત્રકારે પ્રશ્નોત્તર શૈલી અપનાવી છે. * વક્ષસ્કારના પ્રારંભમાં પરસ્પર એકબીજાને સ્પર્શીને રહેલા બે ક્ષેત્રોના અરમાન્ત પ્રદેશ પરસ્પર સ્પર્શતા હોવા છતાં બંને ક્ષેત્રોની સ્વતંત્રતા પ્રગટ કરી છે. જંબૂદ્વીપના ચરમ-અંતિમ પ્રદેશો લવણ સમુદ્રને અને લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો જંબૂદ્વીપને સ્પર્શે છે. તેમ છતાં જંબૂદ્વીપના અંતિમ પ્રદેશો જેબૂદ્વીપના અને લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો લવણ સમુદ્રના જ કહેવાય છે. બે સ્વતંત્ર ક્ષેત્રોમાં રહેતા જીવો મૃત્યુ પામીને અન્ય ક્ષેત્રમાં જન્મ-મરણ કરી શકે છે. * સંગ્રહણી ગાથા દ્વારા દશ વર્ણ વિષયને સૂચિત કર્યા છે. તેમાં દશ દ્વાર છે. (૧) ખંડ- જંબુદ્વીપનું ખંડ ગણિત. એક લાખ યોજનના જંબુદ્વીપના ભરત ક્ષેત્ર પ્રમાણ ૧૯૦ ખંડો થાય છે. તે ૧૯૦ ખંડના ગણિત દ્વારા એક લાખ યોજનની ગણના આપી છે. (૨) યોજન - યોજન ગણિત પદ, તેમાં જંબુદ્વીપના ક્ષેત્રફળનું કથન છે. જંબૂદ્વીપનું ક્ષેત્રફળ સાત અબજ, નેવું કરોડ, છપ્પન લાખ, ચોરાણું હજાર, એકસો પચ્ચાસ યોજન, પોણા બે ગાઉ, પંદર ધનુષ્ય, અઢી હાથ (૭,૯૦,૫૬,૯૪,૧૫૦ યો. ૧ ગાઉ, ૧૫ ધનુષ્ય અને રાા હાથ) છે. (૩) વર્ષ - ક્ષેત્ર. જંબૂદ્વીપમાં ભરત આદિ મુખ્ય સાત ક્ષેત્ર છે. (૪) પર્વતઃ– જંબુદ્વીપમાં વર્ષધર પર્વત, વૈતાઢય પર્વત આદિ સર્વ મળીને ૨૬૯ પર્વતો છે. (૫) કૂટ - પર્વત પરના કૂટો. જંબુદ્વીપમાં પર્વતોના ૪૬૭ કૂટો છે. (૬) તીર્થ:- સમુદ્ર કે નદીમાં ઉતરવાના માર્ગ રૂપ કુલ ૧૦૨ તીર્થ છે. (૭) શ્રેણી - વૈતાઢય પર્વત પર વિદ્યાધરોની અને આભિયોગિક દેવોની કુલ ૧૩૬ શ્રેણીઓ છે. (૮) વિજય :- ચક્રવર્તીના વિજય રૂ૫ સ્થાનો ૩૪ છે. તે જ રીતે ૩૪ રાજધાની, ૩૪ તિમિસ અને ખંડપ્રપાત ગુફ, ૩૪ ઋષભકૂટ પર્વત છે. (૯) દ્રહ - જંબૂદ્વીપમાં મહાનદીઓના ઉદ્ભવસ્થાન રૂપ સોળ મહાદ્રહો છે. (૧૦) નદી - જંબૂદ્વીપમાં મહાનદી, અંતરનદી, નાની નદીઓ સર્વ મળીને ચૌદ લાખ, છપ્પન હજાર, છવ્વીસ (૧૪,૫૬૦૨૬) નદીઓ છે.
આ રીતે આ વક્ષસ્કારમાં જંબુદ્વીપની સંપૂર્ણ માહિતી સંખ્યારૂપે પ્રાપ્ત થાય છે. જે કંઠસ્થ કરવામાં સહાયક બને છે.