________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! भगवओ तित्थयरस्स जम्मण- णयरंसि सिंघाडग जाव महापहपहेसु महया-महया सद्देणं उग्घोसेमाणा- उग्घोसेमाणा एवं वदह- हंदि सुणंतु भवंतो ! बहवे भवणवइ वाणमंतर जोइस वेमाणिया देवा य देवीओ य जे णं देवाणुप्पिया ! तित्थयरस्स, तित्थयरस्स माऊए वा असुभं मणं पधारेइ, तस्सणं अज्जग मंजारिका इव सत्तहा मुद्धाणं फुट्टिहीइ त्ति कट्टु घोसणं घोसेह, घोसेत्ता एयमाणत्तियं पच्चप्पिणह ।
૪૨૬
ભાવાર્થ :- ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર આભિયોગિક દેવોને બોલાવે છે અને કહે છે— “હે દેવાનુપ્રિય ! શીઘ્ર તીર્થંકર ભગવાનના જન્મનગરના ત્રિકોણસ્થાનો યાવત્ રાજમાર્ગો પર જોર જોરથી ઉદ્ઘોષણા કરતાં કહો– “બધાં જ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિક દેવ-દેવીઓ ! આપ સાંભળો, હે દેવાનુપ્રિયો ! જે કોઈ તીર્થંકર અથવા તેમની માતા પ્રત્યે પોતાના મનમાં અશુભ ભાવ લાવશે- દુષ્ટ સંકલ્પ કરશે તેના મસ્તકના આર્યક- વનસ્પતિ વિશેષની મંજરીની જેમ સો સો ટુકડા કરવામાં આવશે.’’ આ પ્રમાણે ઘોષણા કરો, કરીને તે ઘોષણા થઈ
ગયાની મને જાણ કરો.’’
६९ तए णं ते आभिओगा देवा एवं देवोत्ति आणाए पडिसुणंति पडिसुणेत्ता सक्कस्स देविंदस्स, देवरण्णो अंतियाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता खिप्पामेव भगवओ तित्थयरस्स जम्मणणगरंसि सिंघाडग जाव एवं वयासी - हंदि सुणंतु भवंतो बहवे भवणवइ जाव घोसणं घोसंति, घोसित्ता एयमाणत्तियं पच्चपिणंति ।
ભાવાર્થ :- તે આભિયોગિક દેવો "જેવી આજ્ઞા" આ પ્રમાણે કહીને દેવેન્દ્ર દેવરાજ શક્રનો આદેશ સ્વીકારે છે. આદેશ સ્વીકારીને શક્રેન્દ્ર પાસેથી નીકળે છે. તે શીઘ્ર જ તીર્થંકર ભગવાનના જન્મનગરમાં આવીને ત્યાં ત્રિકોણમાર્ગ વગેરે પર આ પ્રમાણે ઘોષણા કરે છે— “ઘણાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો ! દેવીઓ ! આપનામાંથી જે કોઈ તીર્થંકર અથવા તેમના માતા પ્રત્યે મનમાં અશુભ ચિંતન-દુષ્ટ સંકલ્પ કરશે તો આર્યક-મંજરીની જેમ તેના મસ્તકના સો સો ટુકડા કરવામાં આવશે.” આ પ્રમાણે ઘોષણા કરે છે. ઘોષણા કરીને તે કાર્ય પૂર્ણ થઈ ગયાની શક્રને જાણ કરે છે.
७० त णं ते बहवे भवणवइवाणमंतरजोइसवेमाणिया देवा भगवओ तित्थगरस्स जम्मणमहिमं करेंति, करेत्ता जेणेव णंदीसरदीवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता अट्ठाहियाओ महामहिमाओ करेंति, करित्ता जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया ।