________________
| ४२४ ।
શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર
केचन शूलपाणयः इति । - वृत्ति.
દેવો નાચવું, કૂદવું, નૃત્ય, ગીતાદિ ભિન્ન-ભિન્ન ક્રિયાઓ દ્વારા પોતાના હર્ષાતિરેક યુક્ત હાવભાવ અને દેવાધિદેવ પ્રત્યેની ભક્તિને પ્રગટ કરે છે. જન્માભિષેક સમાપન વિધિ :६३ तए णं से सक्के देविंदे देवराया पंच सक्के विउव्वइ, विउव्वित्ता एगे सक्के भयवं तित्थयरं करयलपुडेणं गिण्हइ, एगे सक्के पिट्ठओ आयवत्तं धरेइ, दुवे सक्का उभओ पासिं चामरुक्खेवं करेंति, एगे सक्के वज्जपाणी पुरओ पगड्ढइ । ભાવાર્થ - ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર પાંચ રૂપોની વિદુર્વણા કરે છે. એક શક્ર તીર્થકર ભગવાનને પોતાના કરસંપુટમાં ગ્રહણ કરે છે, એક શક્ર ભગવાનની પાછળ રહી છત્ર ધારણ કરે છે. બે શક્ર બંને બાજુ ચામર વીંઝે છે. એક શક્ર હાથમાં વજ લઈને આગળ ચાલે છે. ६४ तए णं से सक्के देविंदे देवराए चउरासीईए सामाणियसाहस्सीहिं जाव णाइयरवेणं ताए उक्किट्ठाए जाव जेणेव भगवओ तित्थयरस्स जम्मणणयरे जेणेव जम्मणभवणे जेणेव तित्थयरमाया तेणेव उवागच्छइ, उवागच्छित्ता भगवं तित्थयरं माऊए पासे ठवेइ, ठवेत्ता तित्थयरपडिरूगं पडिसाहरइ, पडिसाहरित्ता
ओसोवणिं पडिसाहरइ, पडिसाहरित्ता एगं महं खोमजुयलं कुंडलजुयलं च भगवओ तित्थयरस्स उस्सीसगमूले ठवेइ ठवेत्ता एगं महं सिरिदामगंडं तवणिज्ज-लंबूसगं सुवण्ण-पयरग- मंडियं, णाणामणिरयण-विविहहारद्धहारउवसोहिय-समुदयं भगवओ तित्थयरस्स उल्लोयंसि णिक्खिवइ, तण्णं भगवं तित्थयरे अणिमिसाए दिट्ठीए देहमाणे-देहमाणे सुहंसुहेणं अभिरममाणेअभिरममाणे चिट्ठइ । ભાવાર્થ :- ત્યારપછી શક્ર પોતાના ચૌર્યાસી હજાર સામાનિક દેવો, બીજા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકદેવો, દેવીઓની સાથે, સર્વ પ્રકારની ઋદ્ધિ સહિત, દુંદુભિના ધ્વનિ સાથે, ઉત્કૃષ્ટ, ત્વરિત (શીધ્ર) દિવ્યગતિ દ્વારા તીર્થકર ભગવાનના જન્મનગરમાં, જન્મભવનમાં માતા સમીપે આવે છે, આવીને તીર્થકર ભગવાનને તેમની બાજુમાં રાખે છે. તીર્થકરનું પ્રતિબિંબ કે જે માતાની બાજુમાં મૂક્યું હતું તેને સંહરી લે છે તથા તીર્થકર ભગવાનની માતાની અવસ્થાપિની નિદ્રા સંહરી લે છે. આ પ્રમાણે કરીને તીર્થકર ભગવાનના ઓશીકા પાસે બે મહાવસ્ત્ર તથા બે કુંડલ રાખે છે. ત્યારપછી તે તપનીયસુવર્ણથી બનાવેલા, ઝુનઝુન(ઝાલરોવાળા), સુવર્ણ પ્રતિરોથી જડિત, અનેક પ્રકારના મણીઓ તથા રત્નોથી બનેલા