________________
પાંચમો વક્ષસ્કાર
૪૨૩
मिलाइत्ता भगवओ तित्थयरस्स मुद्धाणंसि णिवयंति । ભાવાર્થ-ત્યારે દેવેન્દ્રદેવરાજ શક્ર પોતાના અભિયોગિકદેવોને બોલાવે છે. બોલાવીને તેમને અય્યતેન્દ્રની જેમ અભિષેકની સામગ્રી લાવવાની આજ્ઞા આપે છે. તેઓ પણ તે જ રીતે અભિષેકની સામગ્રી લાવે છે.
ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર તીર્થકર ભગવાનની ચારે દિશાઓમાં ચાર શ્વેત ઋષભ-બળદની વિકર્વણા કરે છે. તે બળદો શંખ જેવા નિર્મળ, દહીંના પિંડ જેવા, ગાયના દૂધના ફીણ, ચંદ્રજ્યોત્સના તથા રજત સમૂહ જેવા સફેદ, ચિત્તને પ્રસન્ન કરનારા, દર્શનીય, મનોજ્ઞ અને મનમાં વસી જનારા હોય છે.
તે ચારે બળદોના આઠ શીંગડામાંથી આઠ જલધારા નીકળે છે, તે જલધારાઓ ઉપર ઉછળીને આકાશમાં પરસ્પર મળીને એક રૂપ થઈને તીર્થકર ભગવાનના મસ્તક પર પડે છે. |६२ तए णं सक्के देविंदे देवराया चउरासीईए सामाणियसाहस्सीहिं, एयस्स वि तहेव अभिसेओ भाणियव्वो जाव णमोत्थु ते अरहओ त्ति कटु वंदइ णमंसइ जाव पज्जुवासइ । ભાવાર્થ :- પોતાના ચૌર્યાસી હજાર સામાનિક આદિ દેવ પરિવારથી પરિવૃત્ત દેવેન્દ્ર, દેવરાજ શક્ર તીર્થકર ભગવાનનો અભિષેક કરે છે તે પ્રમાણે કથન કરવું વાવ, “હે અહતું! આપને નમસ્કાર હો,” આ પ્રમાણે કહીને તે ભગવાનને વંદન કરે છે, નમન કરે છે યાવત તેની પપાસના કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તીર્થકર ભગવાનની અભિષેક વિધિનું વિધાન છે. અભિષેકવિધિ – શક્રેન્દ્ર ભગવાનને લઈને પંડગવનની અભિષેક શિલાના સિંહાસન ઉપર બિરાજમાન થાય ત્યારે સૌ પ્રથમ અય્યતેન્દ્ર ૧૦0૮ સોનાના વગેરે કુંભ દ્વારા પ્રભુ ઉપર જલધારા કરી અભિષેક કરે છે. ત્યારપછી પ્રાણતેન્દ્ર વગેરે ઈશાનેન્દ્ર પર્વતના વૈમાનિક ઇન્દ્રો ક્રમથી અભિષેક, સ્તુતિ આદિ કરે છે, ત્યારપછી જ્યોતિશ્કેન્દ્ર, વ્યંતરેન્દ્ર અને ભવનપત્યેન્દ્ર ક્રમશઃ અભિષેક કરે છે.
ત્યારપછી ઈશાનેન્દ્ર શક્રેન્દ્રની જેમ પોતાના પાંચ રૂ૫ બનાવીને બાલ પ્રભુને લઈ સિંહાસન ઉપર બિરાજે છે અને શક્રેન્દ્ર ચાર બળદના રૂપ બનાવી ચાર દિશામાંથી આઠ શીંગડા દ્વારા જલધારા કરી અભિષેક કરે છે.
આ રીતે ૬૪ ઇન્દ્રોની અભિષેક વિધિ આનંદપૂર્વક પૂર્ણ થાય છે. તીર્થકરોના અભિષેક સમયે વ્યક્ત થતો દેવોલ્લાસ – ઈન્દ્ર અભિષેક કરતાં હોય ત્યારે અન્ય ઇન્દ્રો તથા દેવો દણાદિ ગ્રહણ કરી ઊભા રહે છે. કોઈ દેવ હાથમાં વજ, ત્રિશૂળ વગેરે લઈ ઊભા રહે છે. અહીં વરભાવથી શસ્ત્ર લઈ ઊભા રહેતા નથી પરંતુ સેવા ધર્મ વ્યક્ત કરવા તથા પ્રકારની વિવિધ સામગ્રીઓ લઈને ઊભા રહે છે. તેનાથસાપનાથ ના નિપ્રહાથ તાત્ર વૈાિમબાવા, જીવન વકપાય,