________________
પાંચમો વક્ષસ્કાર
४०८
કલ્પોના ત્રણસો વિમાન હોય છે.
વિમાનોની વિકર્વણા(સજાવટ) કરનારા દેવોના નામ અનુક્રમે આ પ્રમાણે છે– પાલક, પુષ્પક, સોમનસ, શ્રીવત્સ, નંદાવર્ત, કામગમ, પ્રીતિગમ, મનોરમ, વિમલ તથા સર્વતોભદ્ર. યાન-વિમાનો નામ પણ આ જ અનુક્રમથી છે. |४६ सोहम्मगाणं, सणंकुमारगाणं, बंभलोयगाणं, महासुक्कयाणं, पाणयगाणं इंदाणं सुघोसा घंटा, हरिणेगमेसी पायत्ताणीयाहिवई, उत्तरिल्ले णिज्जाणमग्गे, दाहिण- पुरथिमिल्ले रइकरगपव्वए ।
ईसाणगाणं, माहिंद-लंतग-सहस्सार-अच्चुयगाण य इंदाणं महाघोसा घंटा, लहुपरक्कमो पायत्ताणीयाहिवई, दक्खिणिल्ले णिज्जाणमग्गे, उत्तरपुरथिमिल्ले रइकरगपव्वए, [णवरं बंभलोय लंतग महासुक्क-सहस्सारगाणं मज्झिल्ले णिज्जाण मग्गे] परिसाओ णं जहा जीवाभिगमे, आयरक्खा देवा सामाणियचउग्गुणा सव्वेसिं, जाणविमाणा सव्वेसिं जोयणसयसहस्सवित्थिण्णा, उच्चत्तेणं सविमाणप्पमाणा, महिंदज्झया सव्वेसिं जोयणसहस्सिया, सक्कवज्जा मंदर समोसरंति जाव पज्जु- वासंति । ભાવાર્થ :- સૌધર્મેન્દ્ર, સનસ્કુમારેન્દ્ર, બ્રહ્મલોકેન્દ્ર, મહાશુક્રેન્દ્ર તથા પ્રાણતેન્દ્રની સુઘોષા નામની ઘંટા, હરિëગમેષી નામના દેવ પદાતિસેનાધિપતિ, ઉત્તરવર્તી અવતરણ માર્ગ, દક્ષિણપૂર્વ દિશામાં રતિકર પર્વત છે.
ઈશાનેન્દ્ર, માહેન્દ્ર, લાંતકેન્દ્ર, સહસારેન્દ્ર તથા અચ્યતેન્દ્રની મહાઘોષા નામની ઘંટા, લઘુ પરાક્રમ નામના પદાતિસેનાધિપતી, દક્ષિણવર્તી નિર્માણમાર્ગ તથા ઉત્તરપૂર્વ દિશામાં રતિકર પર્વત છે. ઇન્દ્રોની ત્રણ પરિષદો સંબંધી વર્ણન જીવાભિગમસૂત્ર પ્રમાણે જાણવું.
ઇન્દ્રોના સામાનિકદેવ કરતા ચાર-ચાર ગુણા આત્મરક્ષક(અંગરક્ષક દેવો) હોય છે. સર્વ વિમાનિક ઈન્દ્રો)ના યાન-વિમાન એક એક લાખ યોજન વિસ્તારવાળા હોય છે અને તેની ઊંચાઈ પોતપોતાના વિમાન પ્રમાણે હોય છે. સર્વ વૈમાનિક ઇન્દ્રોના મહેન્દ્રધ્વજ એક-એક હજાર યોજન વિસ્તારવાળા હોય છે.
શક્ર સિવાય બધા ઇન્દ્રો મેરુ પર્વત પર આવે છે યાવતું પર્ફપાસના કરે છે. ચમરેન્દ્રાદિનું મેરુ પર્વત પર આગમન :४७ तेणं कालेणं तेणं समएणं चमरे असुरिंदे असुरराया चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए चमरंसिसीहासणंसि, चउसट्ठीए सामाणियसाहस्सीहि, तायत्तीसाए