________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
મોક્ષમાર્ગનું આદ્ય સોપાન છે સમ્યજ્ઞાન અને અંતિમ સોપાન છે કેવળજ્ઞાન. કેવળજ્ઞાનની પ્રાપ્તિના ઉપાયો આગમોમાં સમાયેલા છે. સાધ્યની સિદ્ધિ માટે આગમજ્ઞાન અનિવાર્ય છે. પરમ ઉપકારી તપસમ્રાટ ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.એ અસીમ કૃપા કરી, અમોને શ્રમણી વિદ્યાપીઠમાં પંડિત શ્રી શોભાચંદ ભારિલ્લજી અને રોશનલાલજી જૈન પાસે આગમિક, દાર્શનિક, તાત્ત્વિક, સાહિત્યિક અને વ્યાકરણાદિનો પાંચ-પાંચ વરસ અભ્યાસ કરાવ્યો. દીક્ષા દાન આપીને જ્ઞાનની ખૂટતી કડીઓને પૂર્ણ કરવા ત્રણ-ત્રણ વર્ષ સામૂહિક ચાતુર્માસ કરાવી, સ્વયં પોતે વાચના આપી અને પોતાના સાંનિધ્યમાં વાચના કરાવી છે. અમારા જ્ઞાન ખજાનાને સમૃદ્ધ બનાવવા ગુણીમૈયા પૂ. લીલમબાઈ મ.એ શિલ્પી બની ખૂબ જહેમત ઉઠાવી છે. આજે અમારી પાસે યત્કિંચિત જે કાંઈ જ્ઞાન મૂડી છે તે પૂ. ગુસ્વર્યોનું કૃપા ફળ છે.
વાત્સલ્ય વારિધિ પૂ. મુક્ત-લીલમ ગુષ્ણીશ્રી તથા ગુર્ભગિની પૂ. ઉષાબાઈ મ.સ. એ આગમ પ્રકાશન કાર્યમાં સહસંપાદિકા બનાવી અમને શ્રુતસેવાની અમૂલ્ય તક આપી છે. આ સમયે આપ સહુના ચરણોમાં કોટીશઃ વંદના. આ પાવન પળે ગચ્છ શિરોમણી પૂ. જયંતિલાલજી મ.સા., વાણી ભૂષણ પૂ.ગિરીશમુનિ મ.સા. તથા સર્વ ગુરુ ભગવંતો અને રત્નાધિક ગુજ્જી ભગવંતોના શુભાશિષે આ કાર્યને સુચારુરૂપે સંપન્ન કરીએ તેવી અંતરેચ્છા પ્રગટ કરીએ છીએ.
આગમ અનુવાદ અને સંપાદન કાર્યદરમ્યાન આગમમનીષી પૂ.તિલોક મુનિ મ.સા. આગમ રહસ્યોની ચાવીઓ આપીને અમારી ક્ષયોપશમ શક્તિને તેજસ્વી બનાવી રહ્યા છે. તેઓશ્રીને અમે અંતરથી અભિવંદીએ છીએ.
કહેવાય છે કે સર્પ સાથેના યુદ્ધ દરમ્યાન નોળીયો વારંવાર નોળવેલ પાસે દોડી જાય છે અને તેને સૂંઘીને નવું બળ, નવો ઉત્સાહ મેળવી સર્પ સાથેના યુદ્ધમાં વિજયી
જ નજીક
છે