________________
પાંચમો વક્ષસ્કાર
| ૩૯૯ |
समाणा अकालपरिहीणं चेव सक्कस्स देविंदस्स देवरण्णो अंतियं पाउब्भवह । ભાવાર્થ:- શક્રેન્દ્ર આ પ્રમાણે વિચાર કરે છે, નિર્ણય કરે છે. નિર્ણય કરીને તે પોતાની પાયદળસેનાના અધિપતિ હરિëગમેષી નામના દેવને બોલાવે છે, બોલાવીને કહે છે– “હે દેવાનુપ્રિય! શીઘ, સુધર્માસભામાં મેઘસમૂહની ગર્જના જેવા ગંભીર, અતિ મધુર સુંદર રીતે રણકાર કરનારી, એક યોજનાની ગોળાઈવાળી(પરિધિવાળા) સુઘોષા નામની ઘંટાને ત્રણવાર વગાડી જોર જોરથી ઉદ્ઘોષણા કરતાં કહો- “હે દેવ! દેવીઓ! દેવેન્દ્ર, દેવરાજ શક્રનો આદેશ છે કે તેઓ જંબુદ્વીપમાં ભગવાન તીર્થકરનો જન્મ મહોત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છે.”
હે દેવાનુપ્રિયો! તમે બધા, તમારી સંપૂર્ણ ઋદ્ધિ, ધુતિ અને સેના સહિત, સમસ્ત સમુદાય સહિત, મહાન આદર પૂર્વક, સર્વવિભૂતિ, વિભૂષા, સંભ્રમ- ઉત્કંઠા સહિત, સમસ્ત નાટક, નૃત્ય, ગીતાદિની સાથે, સર્વ અંતઃપુર(દેવી પરિવાર) સાથે, સર્વ પ્રકારનાં પુષ્પો, સુગંધી પદાર્થો, માળાઓ અને આભૂષણોથી વિભૂષિત થઈને, દિવ્ય વાજિંત્રના નાદ સહિત, આ જ રીતે (પ્રદર્શનાપેક્ષા) મહાનઋદ્ધિ યાવત્ ધ્વનિપૂર્વક પોત-પોતાના પરિવારથી પરિવત્ત, પોત-પોતાના વિમાનોમાં બેસીને, વિલંબ ન કરતાં શીધ્ર દેવેન્દ્ર દેવરાજ શક્રની સમક્ષ ઉપસ્થિત થાઓ.”
३० तए णं से हरिणेगमेसी देवे पायत्ताणीयाहिवई सक्केणं देविदेणं देवरण्णा एवं वुत्ते समाणे हट्ठतुट्ठ जाव एवं देवोत्ति आणाए विणएणं वयणं पडिसुणेइ, पडिसुणेत्ता सक्कस्सदेविंदस्सदेवरण्णो अंतियाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव सभाए सुहम्माए, मेघोघरसियगंभीरमहुरयरसद्दा, जोयणपरिमंडला सुघोसा घंटा तेणेव उवागच्छइ, उवागच्छित्ता मेघोघरसिय-गंभीर-महुरयर-सदं जोयणपरिमंडलं सुघोसं घंटे तिक्खुत्तो उल्लालेइ । ભાવાર્થ:- દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર આ પ્રમાણે આદેશ આપે છે ત્યારે હરિëગમેલી દેવ હર્ષિત થાય છે, સંતુષ્ટ થાય છે અને અહોદેવ! “આપની આજ્ઞા સ્વીકારું છું” તેમ કહીને તે આદેશને વિનયપૂર્વક સ્વીકારે છે. આદેશ સ્વીકારીને શક્રેન્દ્રની પાસેથી નીકળીને સુધર્માસભામાં મેઘસમૂહની ગર્જના જેવા ગંભીર અને અતિ મધુર, સુંદર રીતે રણકાર કરનારી, એક યોજનની ગોળાઈવાળી સુઘોષા નામની ઘંટા પાસે જાય છે. ત્યાં જઈને મેઘગર્જના જેવા ગંભીર સ્વરવાળી અને અત્યંત મધુર ધ્વનિવાળી, એક યોજનની ગોળાઈ– વાળી સુધોષા નામની ઘંટાને ત્રણવાર વગાડે છે.
३१ तए णं तीसे मेघोघरसिय-गंभीरमहरयर-सहाए, जोयणपरिमंडलाए सुघोसाए घंटाए तिक्खुत्तो उल्लालियाए समाणीए सोहम्मे कप्पे अण्णेहिं एगूणेहिं बत्तीसाए विमाणावास-सयसहस्सेहिं, अण्णाई एगूणाई बत्तीसं घंटासयसहस्साइं जमगसमगं कणकणरवं काउं पयत्ताई चावि हुत्था ।