________________
[ ૪૦૦]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
तए णं सोहम्मे कप्पे पासाय-विमाण-णिक्खुडावडिय-सद्दसमुट्ठियघंटापर्डेसुया-सयसहस्स-संकुले जाए यावि होत्था । ભાવાર્થ:- (હરિëગમેષી દેવ જ્યારે) મેઘગર્જના જેવા ગંભીર સ્વરવાળી અને અત્યંત મધુર ધ્વનિવાળી, એક યોજનાની ગોળાઈવાળી, સુઘોષા ઘંટાને ત્રણવાર વગાડે છે ત્યારે સૌધર્મકલ્પ નામના પ્રથમ દેવલોકની એક ન્યૂન ૩ર લાખ વિમાનમાં રહેલી, એક ન્યૂન ૩ર લાખ ઘંટાઓ એક સાથે રણકવા લાગે છે.
તે ઘંટાઓનો ધ્વનિ સૌધર્મકલ્પના પ્રાસાદો, વિમાનો અને વિમાનોના ખૂણાઓમાં અથડાય છે અને લાખો પ્રતિધ્વનિઓ ઉત્પન્ન થાય છે. સૌધર્મકલ્પ તે ધ્વનિઓ અને પ્રતિધ્વનિઓથી વ્યાપ્ત બની જાય છે. ३२ तए णं तेसिं सोहम्मकप्पवासीणं बहूणं वेमाणियाणं देवाण य देवीण य एगंत-रइपसत्त णिच्चपमत्त विसयसुहमुच्छियाणं, सूसरघण्टारसिय-विउलबोलतुरियचवलपडिबोहणे कए समाणे घोसण-कोऊहलदिण्णकण्ण एगग्गचित्त उवउत्त માણસાઈ | ભાવાર્થ:- ત્યારપછી રતિક્રીડામાં તલ્લીન, નિત્ય પ્રમાદી, વિષય સુખમાં મૂચ્છિત તે સૌધર્મકલ્પવાસી, ઘણા વૈમાનિક દેવ-દેવીઓ આ સુસ્વરઘંટાઓના વિપુલ રણકારથી સફાળા જાગૃત થઈ જાય છે, પ્રતિબોધિત થઈ જાય છે અને હવે થનારી ઘોષણા સાંભળવા દત્તકર્ણ તથા દત્તચિત્ત બની જાય છે. (કાન અને ચિત્તને એકાગ્ર બનાવી, ઘોષણા સાંભળવા ઉત્સુક બની જાય છે.) |३३ से पायत्ताणीयाहिवई देवे तंसि घण्टारवंसि णिसंत-पडिसंतसि समाणंसि तत्थ तत्थ देसे तहि-तहिं महया-महया सद्देणं उग्घोसेमाणे-उग्घोसेमाणे एवं वयासीहंदि! सुणंतु भवंतो बहवे सोहम्मकप्पवासी वेमाणियदेवा देवीओ य सोहम्मकप्प वइणो इणमो वयणं हियसुहत्थं-आणवेइ णं भो ! सक्के देविंदे देवराया, गच्छइ णं भो ! सक्के देविंदे देवराया जाव अंतियं पाउब्भवह । ભાવાર્થ :- જ્યારે ઘંટાનો ધ્વનિ સંપૂર્ણ શાંત થઈ જાય છે ત્યારે શક્રેન્દ્રની પાયદળ સેનાના અધિપતિ હરિëગમેષ દેવ તે તે સ્થાનોમાં જોર જોરથી ઉધોષણા કરતાં આ પ્રમાણે કહે છે
“હે સૌધર્મકલ્પવાસી વૈમાનિક દેવો!દેવીઓ! તમે સૌધર્મકલ્પપતિના આ હિતકર અને સુખપ્રદ વચન સાંભળો શક્રેન્દ્ર દેવેન્દ્રદેવરાજની આજ્ઞા છે કે તેઓ જંબુદ્વીપમાં તીર્થકરનો જન્મ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે વાવત આપ દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રની સમક્ષ ઉપસ્થિત થાઓ.” ३४ तए णं ते देवा य देवीओ य एयमहूँ सोच्चा हट्ठतुट्ठ जाव हियया अप्पेगइया