________________
| उ&८ |
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ :- અરિહંત ભગવાનને નમસ્કાર હો યાવત સિદ્ધગતિ નામવાળા સ્થાનને પ્રાપ્ત, ભયને જીતનાર સિદ્ધ ભગવાનને નમસ્કાર હો. | २७ णमोत्थुणं भगवओ तित्थयरस्स आइगरस्स जावसंपाविउकामस्स । वंदामि णं भगवंतं तत्थगयं इहगए, पासउ मे भयवं ! तत्थगए इहगयं ति कटु वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता सीहासणवरंसि पुरत्थाभिमुहे सण्णिसण्णे ।। ભાવાર્થ - પ્રિથમ સિદ્ધ ભગવાનને વંદન કરી પછી નવજાત તીર્થકર ભગવાનને વંદન કરતાં આ પ્રમાણે કહે છે–] ધર્મની આદિના કરનાર વગેરે વિશેષણોથી યુક્ત તથા સિદ્ધ ગતિ પ્રાપ્ત કરવાના ઇચ્છુક એવા તીર્થકર ભગવાનને નમસ્કાર હો. "અહીં રહેલો હું ત્યાં(પોતાના જન્મસ્થાનમાં) રહેલા તીર્થકર ભગવાનને વંદન કરું છું. ત્યાં રહેલા ભગવાન તમે અહીં રહેલા મને જુઓ" આ પ્રમાણે કહીને ભગવાનને વંદન કરે છે, નમન કરે છે. વંદન નમસ્કાર કરીને તે પૂર્વદિશા તરફ મુખ રાખીને, ઉત્તમ સિંહાસન ઉપર
से छे. | २८ तए णं तस्स सक्कस्स देविंदस्स देवरण्णो अयमेवारूवे अज्झथिए जाव संकप्पे समुप्पज्जित्था-उप्पण्णे खलु भो ! जंबुद्दीवे दीवे भगवं तित्थयरे, तं जीयमेयं तीय पच्चुप्पण्णमणागयाणं सक्काणं देविंदाणं, देवराईणं तित्थयराणं जम्मणमहिमं करेत्तए, तं गच्छामि णं अहंपि भगवओ तित्थयरस्स जम्मणमहिमं करेमि त्ति कटु । ભાવાર્થ :- ત્યારપછી દેવેન્દ્ર, દેવરાજ શક્રના મનમાં એવો સંકલ્પ, વિચારાદિ ઉત્પન્ન થાય છે કે જંબૂદ્વીપમાં ભગવાન તીર્થકરનો જન્મ થયો છે. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યમાં થનારા દેવેન્દ્ર દેવરાજ શક્રનો આ પરંપરાગત આચાર છે કે તીર્થકરનો જન્મોત્સવ ઉજવવો. તેથી હું પણ ત્યાં જાઉં અને તીર્થકર ભગવાનના જન્મમહોત્સવનું સમ્યક્ પ્રકારે આયોજન કરું.
२९ एवं संपेहेइ, संपेहित्ता हरिणेगमेसिं पायत्ताणीयाहिवइं देवं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया !सभाए सुहम्माए मेघोघरसियं गंभीरमहुरयर-सई जोयण-परिमंडलं सुघोसं सूसरं घंटं तिक्खुत्तो उल्लालेमाणे-उल्लालेमाणे महया-महया सद्देणं उग्रोसेमाणे-उग्रोसेमाणे एवं वयाहि- आणवेइ णं भो ! सक्के देविंदे देवराया, गच्छइ जंबुद्दीवे दीवे भगवओ तित्थयरस्स जम्मणमहिम करित्तए, तं तुब्भे विणं देवाणुप्पिया! सव्विड्डीए सव्वजुईए सव्वबलेणं सव्वसमुदए णं सव्वायरेणं सव्वाविभूईए सव्वविभूसाए, सव्वसंभमेणं सव्वणाडएहिं सव्वोरोहेहिं, सव्वपुप्फगंधमल्लालंकारविभूसाए, सव्वदिव्व तुडियसह-सण्णिणाएणं महया इड्डीए जाव रवेणं णिययपरियाल-संपरिवुडा सयाई-सयाई जाणविमाणवाहणाई दुरूढा