________________
પાંચમો વક્ષસ્કાર
| ૩૯૩ |
ભાવાર્થ :- (વિભૂષિત કર્યા પછી) તીર્થકર ભગવાનને પોતાના કરસંપુટ દ્વારા અને તીર્થકરની માતાને ભુજા દ્વારા ગ્રહણ કરીને ઉત્તર દિશાના કદલીગૃહની ચોશાલામાં સિંહાસન સમીપે લાવે છે. ત્યાં લાવીને તીર્થકર ભગવાનને અને તીર્થકરની માતાને સિંહાસન ઉપર બેસાડે છે; બેસાડીને પોતાના આભિયોગિક દેવોને બોલાવી આ પ્રમાણે કહે છે કે- “હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર ચુલહિમવંત વર્ષધર પર્વત ઉપરથી ગોશીર્ષ ચંદનના લાકડા લઈ આવો.”
२० तए णं ते आभिओगा देवा ताहिं रुयगमज्झवत्थव्वाहिं चउहिं दिसाकुमारीमहत्तरिआहिं एवं वुत्ता समाणा हतुट्ठा जाव विणएणं वयणं पडिच्छंति, पडिच्छित्ता खिप्पामेव चुल्लहिमवंताओ वासहरपव्वयाओ सरसाइं गोसीसचंदणकट्ठाइं साहरंति। ભાવાર્થ - તે મધ્ય રુચકવાસી મહદ્ધિક દિક્મારિકા દેવીઓ આ પ્રમાણે કહે ત્યારે તે આભિયોગિક દેવો આનંદિત અને સંતુષ્ટ થાય છે યાવત્ વિનય પૂર્વક તેમની આજ્ઞા સ્વીકારીને શીઘ્ર ચુલ્લહિમવંત વર્ષઘર પર્વત ઉપરથી સરસ ગોશીર્ષ ચંદન કાષ્ઠ લઈ આવે છે.
२१ तए णं ताओ मज्झिम-रुयगवत्थवाओ चत्तारि दिसाकुमारिमहत्तरियाओ सरगं करेंति, करित्ता अरणिं घडेति, अरणिं घडित्ता सरएणं अरणिं महिंति, महित्ता अग्गि पार्डेति, पाडित्ता अग्गि संधुक्खंति, संधुक्खित्ता गोसीसचंदणकडे पक्खिवंति, पक्खिवित्ता अग्गि उज्जालंति, उज्जालित्ता समिहाकट्ठाई पक्खिविंति, पक्खिवित्ता अग्गिहोमं करेंति, करेत्ता भूइकम्मं करेंति, करेत्ता रक्खापोट्टलियं बंधति, बंधेत्ता। णाणामणिरयणभत्तिचित्ते दुविहे पासाणवट्टगे गहाय भगवओ तित्थयरस्स कण्णमूलंमि टिट्टियावेति भवउ भयवं पव्वयाउए । ભાવાર્થ :- ત્યારપછી તે મધ્ય રુચકવાસી મહત્તરા ચાર દિશાકુમારિકા દેવીઓ શરક (અગ્નિ ઉત્પન્ન કરવા અણીદાર કાષ્ઠ) તૈયાર કરી અરણી નામના કાષ્ઠ સાથે તે શરક કાષ્ઠને સંયોજિત કરે છે, સંયોજિત કરીને અરણી કાષ્ઠ ઉપર શરક કાષ્ઠનું મથન કરે છે, મથીને અગ્નિ ઉત્પન્ન કરે છે, અગ્નિ ઉત્પન્ન કરીને અગ્નિ સળગાવે છે, સળગાવીને ગોશીર્ષ ચંદન કાષ્ઠ નાંખીને અગ્નિ ઉદીપ્ત કરે છે. (તે લાકડા સળગાવે છે.) તેમાં ચંદન કાષ્ઠના ટુકડાઓ નાખી અગ્નિ પ્રજ્વલિત કરીને તેમાં સાનિયા– (હવન ઉપયોગી) કાષ્ઠ નાંખી અગ્નિ હોમ કરે છે. ભૂતિકર્મ(ભસ્મ મંત્રિત કરવાનું કાર્ય કરે છે અને તીર્થકર ભગવાન અને તેમની માતાને ભસ્મની રક્ષા પોટલી બાંધે છે.
ત્યારપછી વિવિધ મણિ, રત્નોથી સંયુક્ત બે ગોળ શાલિગ્રામના આકારના પાષાણને ગ્રહણ કરી, (ભગવાનનું ધ્યાન પોતા તરફ કેન્દ્રિત કરવા) તીર્થકર ભગવાનના કર્ણ મૂળમાં(કાન પાસે) ટી.ટી અવાજ થાય તેમ વગાડે છે અને “હે ભગવાન! આપ પર્વત જેવા આયુષ્યવાળા થાઓ” આ પ્રમાણે શુભેચ્છાઓ પાઠવે છે.