________________
શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
१७ तए णं ताओ रुयगमज्झवत्थव्वाओ चत्तारि दिसाकुमारीओ महत्तराओ जेणेव भयवं तित्थयरे तित्थयरमाया य तेणेव उवागच्छंति, उवागच्छित्ता भगवं तित्थयरं करयलसंपुडेणं गिण्हंति तित्थयरमायरं च बाहाहिं गिण्हंति, गिण्हित्ता जेणेव दाहिणिल्ले कयलीघरए जेणेव चाउसालए जेणेव सीहासणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता भगवं तित्थयरं तित्थयरमायरं च सीहासणे णिसीयार्वेति, णिसीयावेत्ता सयपाग-सहस्सपागेहिं तेल्लेहिं अब्भंर्गति, अब्भंगेत्ता सुरभिणा गंधणं उव्वट्टेति, उवट्टित्ता ।
૩૯૧
ભાવાર્થઃ– ત્યારપછી તે મધ્ય રુચકવાસી– મહર્ષિક ચાર દિશાકુમારિકા દેવીઓ તીર્થંકર અને તીર્થંકરની માતા પાસે આવીને તીર્થંકર ભગવાનને કર સંપૂટ દ્વારા હસ્તાંજલીમાં ગ્રહણ કરીને અને માતાને ભુજાઓ દ્વારા ગ્રહણ કરીને દક્ષિણ દિશાના કદલીગૃહની ચોશાલામાં સિંહાસન સમીપે લાવે છે. ત્યાં લાવીને તીર્થંકર અને તીર્થંકરની માતાને સિંહાસન ઉપર બેસાડે છે, બેસાડીને શતપાક અને સહસ્રપાક તેલથી માલિશ કરે છે, માલિશ કરીને ચણાદિના લોટ સાથે સુગંધી દ્રવ્ય ભેળવી તૈયાર કરેલું ઉબટન (પીઠી આદિ) ચોળે છે. (તેમ કરી તેલની ચિકાશ દૂર કરે છે.)
१८ भगवं तित्थयरं करयलपुडेण तित्थयरमायरं च बाहासु गिण्हंति, गिण्हित्ता जेणेव पुरत्थिमिल्ले कयलीघरए, जेणेव चाउसालए जेणेव सीहासणे, तेणेव उवागच्छंति, उवागच्छित्ता भगवं तित्थयरं तित्थयरमायरं च सीहासणे णिसीयावेंति णिसीयावेत्ता तिहिं उदएहिं मज्जावेंति, तं जहा- गंधोदएणं, पुप्फोदएणं, सुद्धोदए णं; मज्जावित्ता सव्वालंकारविभूसियं करेंति करेत्ता ।
ભાવાર્થ :- (પીઠી આદિ ચોળ્યા પછી) તીર્થંકર ભગવાનને પોતાના કરસંપુટ દ્વારા અને માતાને ભુજા દ્વારા ગ્રહણ કરીને, પૂર્વ દિશાના કદલીગૃહની ચોશાલામાં સિંહાસન સમીપે લાવે છે. ત્યાં લાવીને તીર્થંકર અને તીર્થંકરની માતાને સિંહાસન ઉપર બેસાડે છે, બેસાડીને– (૧) કેશર આદિ સુગંધી દ્રવ્ય મિશ્રિત પાણી (૨) પુષ્પમિશ્રિત પાણી (૩) શુદ્ધ પાણી, આ ત્રણ પ્રકારના પાણીથી સ્નાન કરાવે છે; સ્નાન કરાવી સર્વ પ્રકારનાં અલંકારોથી વિભૂષિત કરે છે.
१९ भगवं तित्थयरं करयलपुडेणं तित्थयरमायरं च बाहाहिं गिण्हंति, गिव्हित्ता जेणेव उत्तरिल्ले कयलीहरए जेणेव चाउसालए जेणेव सीहासणे तेणेव उवागच्छंति उवागच्छित्ता भगवं तित्थयरं तित्थयरमायरं च सीहासणे णिसीयावेंति णिसीयावित्ता आभिओगे देवे सद्दावेंति, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! चुल्लहिमवंताओ वासहरपव्वयाओ गोसीस-चंदण-कट्ठाई साहरह ।