________________
૩૯૪ |
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
| २२ तए णं ताओ रुयगमज्झवत्थव्वाओ चत्तारि दिसाकुमारी-महत्तरियाओ भयवं तित्थयरं करयलपुडेणं तित्थयरमायरं च बाहाहिं गिण्हंति, गिण्हित्ता जेणेव भगवओ तित्थयरस्स जम्मण भवणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता तित्थयरमायरं सयणिज्जंसि णिसीयाविति, णिसीयावित्ता भयवं तित्थयरं माउए पासे ठवेति, ठवित्ता आगायमाणीओ, परिगायमाणीओ चिटुंति । ભાવાર્થ :- ત્યારપછી તે મધ્ય રુચકવાસી મહદ્ધિક ચાર દિશાકુમારિકા દેવીઓ તીર્થકર ભગવાનને કરસંપુટ દ્વારા અને તીર્થકરની માતાને ભુજા દ્વારા ગ્રહણ કરી તીર્થકર ભગવાનના જન્મ ભવનમાં આવે છે. તીર્થકરની માતાને શય્યા પર બેસાડે છે અને તીર્થકરને તેમની માતા પાસે મૂકે છે. ત્યારપછી ગીત ગાતી, વિશેષ ગાતી ઊભી રહે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં રુચક પર્વત કૂટવાસી ૪૦દિશાકુમારિકાદેવીઓના કાર્યનું વર્ણન છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. કેટલીક વિશિષ્ટ ક્રિયાઓના અર્થહેતુઓ આ પ્રમાણે છે
પદ્ધ વધતિ:- નાભિનાળ તે ભગવાનનું અવયવ છે. તેની અશાતના ન થાય, તેના ઉપર કોઈ ચાલે નહીં તેવા હેતુથી નાભિનાળ ખાડામાં દાટી તેના ઉપર ઓટલો બનાવે છે. શતપાક-સહસંપાક તેલ - આ શબ્દોના ત્રણ પ્રકારે અર્થ થાય છે– (૧) જેમાં સો ઔષધિ હોય, (૨) જેને સો વાર પકાવવા- ઉકાળવામાં આવ્યું હોય, (૩) જેનું મૂલ્ય સો કાર્દાપણ [૧૬માસા સુવર્ણનો એક કાર્દાપણ થાય છે. તે પ્રાચીન ભારતમાં વપરાતી સુવર્ણમુદ્રા છે.] હોય તેને શતપાક તેલ કહે છે. તે જ રીતે જેમાં હજાર ઔષધિ હોય, જેને હજારવાર ઉકાળવામાં આવ્યું હોય અથવા જેનું મૂલ્ય હજાર કાર્દાપણ હોય તેને સહસપાક તેલ કહેવામાં આવે છે. गंधट्टएणं :- चूर्णपिण्डेन, गंधयुक्त गोधूम चूर्णपिण्डेन वा उद्वर्तयन्ति प्रक्षिततैलापनयनं
ત્તિવૃત્તિ. ગંધવર્તક, ઉબટન. ઘઉં, ચણા આદિના લોટમાં સુગંધી દ્રવ્યો મિશ્રિત કરી શરીર પર ચોળવા પીઠી આદિ તૈયાર કરવામાં આવે તે. તીર્થકર તથા તેમની માતાને તેલ માલિશ કર્યા પછી દિકુમારિકા દેવીઓ ઉબટન ચોળી તેલની ચિકાશને દૂર કરે છે–
સર:- તીર જેવું તીક્ષ્ણ અણીદાર કાષ્ઠ. તેને અરણીકાષ્ઠ પર ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય છે.
જિદોમ:- દિશાકુમારિકા દેવીઓ ચંદન કાષ્ઠ નાંખી અગ્નિ હોમ કરે છે. તેઓ ચંદન કાષ્ઠને અગ્નિમાં નાંખી બાળે છે. તેના માટે અહીં હોમ શબ્દનો પ્રયોગ થયો છે. તેઓ રક્ષા-રાખ સિવાયના અન્ય કોઈ પ્રયોજનથી અગ્નિ પ્રજ્વલિત કરતી નથી. અર્થે રક્ષાજરાતિ –વૃત્તિ.