________________
મુનિરાજ તો મૌન તપ સહિત આગમની આરાધના કરી, નિસ્પૃહી બની, નિષ્કામભાવે આગમને અલંકૃત કરી રહ્યા છે. તેમના અનેક ઉપકારને કયા શબ્દથી વર્ણવું? બસ! કરજોડી અનેકશઃ વંદના સહિત ધન્યવાદ અર્પણ કરું છું.
પ્રસ્તુત આગમના અનુવાદિકા છે અમારા ૭૧ સાધ્વગણના મુગટસમા, સરલ સ્વભાવી, શાંત, દાંત, તપસ્વિની, વાત્સલ્ય વરિષ્ઠા મમ ગુરુણી મૈયા સૌમ્યમૂર્તિ અંબાબાઈ મહાસતીજીના પટોધરા સુશિષ્યા મંગલમૂર્તિ પૂજ્યવરા મુક્તાબાઈ સ્વામી. તેઓશ્રીને કયા શબ્દથી વધાવું? ફક્ત દેહના ઉત્તમાંગ એવા મસ્તકને તેમના ચરણો સુધી નમાવી વંદન કરું છું અને આગમ કાર્ય પૂર્ણ થાય તેવો અનુગ્રહ કરતાં રહે, પ્રેરણા પાથેય ભરતા રહે તેવી કામના કરું છું.
કર્તવ્યનિષ્ઠા, કૃતજ્ઞા, ઉદારમના મમશિષ્યા સાધ્વી શ્રી ઉષા એવં સંપાદન સહયોગ સેવારત સાધ્વશ્રી હસુમતી તથા વીરમતીને તેમના યોગદાન માટે અનેકશઃ ધન્યવાદ.
અમારા સહસંપાદિકા ડૉ. આરતીશ્રી તથા સુબોધિકાશ્રી. જેઓ તપસ્વિની બનીને શાસ્ત્રને અણમોલ અને લોકભોગ્ય બનાવવા, આગમમાં આકૃતિઓ, કોષ્ટકો વગેરે મૂકીને, અનુવાદની કાયાપલટ કરવાનો ક્ષયોપશમભાવે પ્રશંસનીય પુરુષાર્થ કરી રહી છે. તેઓના પુરુષાર્થને મનોમન વંદી તેમના પ્રયત્નને ધન્યવાદ આપું છું. તેઓ આરોગ્યવાન રહે, તેઓની કાર્ય કરવાની તમન્ના વૃદ્ધિગત થાય તેવી ભાવના કરું છું.
મારી સાથે રહેલા સર્વ સહયોગી સાધ્વીશ્રીઓને પણ અનેકશઃ ધન્યવાદ. તેઓ પણ ખૂબ ખૂબ સેવા શુશ્રુષા કરી શાતા ઉપજાવી રહ્યા છે.
શ્રમણોપાસક મુકુંદભાઈ, મણીભાઈ, ધીરૂભાઈ વગેરેને ધન્યવાદ. ગુરુપ્રાણ ફાઉન્ડેશનના સભ્ય શ્રી પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિ ભાવથી ભરેલા ભામાશા શ્રીયુત રમણિકભાઈ અને આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢ સંકલ્પી, તપસ્વિની વિજ્યાબેન તથા શ્રી માણેકચંદભાઈ શેઠના સુપુત્ર નરબંકા, રોયલ પાર્ક
સ્થા. જૈન સંઘના યુવા પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણ, કાર્યકર્તાઓ, મુદ્રણ કરનાર નેહલભાઈ તેમના પિતાશ્રી હસમુખભાઈ, તેમના સહયોગી જીગ્નેશ જોષી, નીતા દરિયાનાણી અને શાબીરભાઈ તથા આગમના દાનદાતાઓ વગેરે
39