________________
સાતમો વક્ષસ્કાર - આ સાતમાં કક્ષમાં ગગનકુમારનું સામ્રાજ્ય હતું. ત્યાં તેણે અવનવી દુનિયા નિહાળી. સૂર્ય-ચંદ્રનો પ્રકાશ; ગ્રહ, નક્ષત્ર, તારાનો આલોક નીહાળ્યો. તેઓના વિમાનના નામ, કામ અને સરનામાની નોંધ કરી, તેના પરિભ્રમણનું ગણિત માંડ્યું. છ કક્ષની ભૂગોળ જાણ્યા પછી આ કક્ષની ખગોળમાં પણ તેને ખૂબ મઝા પડી ગઈ. તેના અનેક ચિત્રો(નકશા) જોઈ મસ્તીમાં ઝૂલવા લાગ્યું.
આ રીતે માનસ પક્ષી સાતે ય વક્ષસ્કારને વ્યવસ્થિત રીતે જોવા લાગ્યું, મનનનું પણ મનન કરવા લાગ્યું, ચિંતનનું પણ ચિંતન કરવા લાગ્યું. આખરે કોઈએ અવાજ દિીધો...જાગો. જંબુદ્વીપની યાત્રા પૂર્ણ થઈ છે.
પાઠક ગણ! આપણે આગમને અવલોકીએ તો આપણો ક્ષયોપશમ વધી જાય છે, ક્ષાયક ભાવમાં આવવાનો સામર્થ્યયોગ જાગે છે. સામર્થ્યયોગ જાગૃત કરવાના ઉપાયો આ શાસ્ત્રમાં છે. તેનો ઉપયોગ કરવા જિજ્ઞાસા જાગૃત કરવી, તે મારું, તમારું સહુનું કર્તવ્ય છે.
જય જય જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, પ્રભુ જય જય અંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ.
જ્યાં વિચરી રહી જિનેશ્વરની, સંચરણ શક્તિ, (૨) ભાવ ભરીને કરું પંચ પરમેષ્ઠીની સ્તુતિ... પ્રભુ (૨)
જન્મ મરણને ટાળી...(૨) પામું પંચમ ગતિ....જય જય આભાર : સાધુવાદ : ધન્યવાદ :
ગોંડલ ગચ્છ શિરોમણી, અમારા નાયક પરમ દાર્શનિક પૂ. જયંતિલાલજી મ. સા. આગમના રહસ્યોને ઉદ્ઘાટિત કરતો અભિગમ પ્રેષિત કરીને આગમને ઓપાવે છે. અમારો આગમ કાર્યનો વેગ જરા ય ઓછો ન થાય તેવું પ્રોત્સાહન પાથેય આપતા રહે તેવી કામના સાથે તેઓશ્રીના ચરણોમાં સાદર ભાવે શત શત કોટી વંદના કરું છું. તેમજ પરમાગમના પ્રમોદક વાણીભૂષણ પૂ. ગિરીશગુરુદેવ જેઓશ્રી પ્રતિપળે અમારા માર્ગદર્શક બની આસન્ન ઉપકારી બની રહ્યા છે. તેઓશ્રીના ચરણોમાં સાભાર, સાદર વંદના કરું છું.
આગમ અનુવાદમાં દીવેલ પૂરી અમારો ઉત્સાહ વધારનાર, અમારા ત્રિલોક
K
)
(38