________________
The .
ચિંતન-મનનની મોજ માણતાં યાત્રા આગળ ધપાવી. પાંચમો વક્ષસ્કાર – ઊડતું-ઊડતું માનસ પક્ષી પાંચમા વક્ષસ્કારના કક્ષમાં આવી ઊભું રહ્યું. તે પક્ષીરાજને અભિષેક રાજકુમાર મેરુ પર્વત ઉપરના પંડગવનમાં લઈ ગયા. ત્યાં એક નવજાત તીર્થકરની કાયા ઉપર કરાતો અભિષેક જોયો અને અંતરના ઉદ્ગાર સરી પડ્યા- વાહ ! અભિષેક કરાતી આ કાયા અણારંભી પુણ્યથી બંધાયેલી; સર્વ જીવો પ્રતિ કષ્ણા ભરેલી, વિશ્વ મૈત્રીની ભાવનાથી પુષ્ટ બનેલી, સમરસથી રસાળ થયેલી, સર્વોત્કૃષ્ટ ભાવ રસાયણ અને શાંત રસથી પૂર્ણ ભરેલી, સંયમ-તપની તેજસ્વિતાથી માનવતાની પરાકાષ્ટાએ પહોંચેલી, તીર્થકર નામ કર્મની પ્રકૃતિના પ્રચુર પુણ્યની આ લીલા છે. તે કાયાના ગુણગાન મુનિપુગંવોએ કર્યા છે. મધ્યલોકના આર્યક્ષેત્રમાં સપ્તધાતુથી નિર્માણ પામેલા તે નરપુંગવ, તીર્થકર નામકર્મની મુદ્રાથી અંકિત થઈ, સત્તામાં બંધ પડેલી પુણ્ય પ્રકૃતિથી, રળિયામણા માનવ તનના ખોળીયાના ખોખામાં સુશોભિત થઈ જગતમાં પધારે છે. જન્મ સમયે ત્રણ જ્ઞાનના નેત્રવાળા પ્રભુ પૂર્ણ વિશ્વને આંદોલિત કરી દે છે. તીર્થકર નામ કર્મની પ્રકૃતિની શક્તિ ત્રણે ય લોકમાં પાંગરી ઊઠે છે. નારકીઓને પણ ક્ષણિક પ્રકાશ આપી જાગૃત કરે છે. તે પુણ્ય પ્રકૃતિ દિકુમારીકાઓને સૂતિકા કર્મ કરવા આહાન આપે છે અને ઈન્દ્રોને નીચે ઉતારી મેરુ પર્વત ઉપર લાવે છે. શક્રેન્દ્રને તો જંબૂદ્વીપની ધરતી ઉપર, પોતાના આવાસ સુધી ખેંચી લાવે છે. શક્રેન્દ્રના કરકમળમાં બિરાજિત થઈને મેરુપર્વતની ટોચે રહેલા પંડકવનમાં જન્મજાત તીર્થંકર પ્રભુ પધારે છે અને અભિષેકશિલા ઉપર આરૂઢ ઈન્દ્રના અંકમાં બિરાજિત થાય છે. કરોડો દેવોથી અભિષેક કરાતો, જગતના સુગંધી પદાર્થોથી સુવાસિત થતો પ્રભુનો દેહ શોભી ઊઠે છે. માનસ પક્ષી તીર્થંકર પ્રકૃતિનો મહિમા જોતા વર્ષોલ્લાસથી ઉલ્લસિત થઈ, તેમના ચરણમાં નમી પડ્યું. યાત્રાળુઓએ તેને જાગૃત કરી આગળ વધવા કહ્યું અને તે મનન કરતું આવી પહોંચ્યું છઠ્ઠા કક્ષમાં. છઠ્ઠો વક્ષસ્કાર - છઠ્ઠા કક્ષમાં અંક ગણિતકુમારનું સામ્રાજ્ય હતું. ત્યાં બેસીને તે
બૂદ્વીપના ક્ષેત્રો, દ્વીપો, નદીઓ, કૂટો, પહાડો, ગુફાઓ, પર્વતો, વાપિકાઓ, વનરાજીઓની સંખ્યાનું ગણિત ગણવા લાગ્યું અને ગણિત યોગથી સભર બની ગયું. ત્યાંથી શીઘ ઊડીને માનસ પક્ષી સાતમા કક્ષમાં આવી પહોંચ્યું.
37