________________
પાંચમો વક્ષસ્કાર
| ૩૮૭ |
પ્રદર્શિત કર્યું છે. તીર્થકરોના જન્મ સમયે તેમનું સૂતિકા કર્મ અને જન્મ ઉત્સવ ઉજવવા પs દિકકુમારિકા દેવીઓ આવે છે. ૫ દિશાકમારિકા દેવીઓનો જીત વ્યવહાર :- ભરત, ઐરાવત કે મહાવિદેહક્ષેત્રમાં જ્યારે-જ્યારે તીર્થકરોનો જન્મ થાય ત્યારે અધોલોક, ઊર્ધ્વલોક, મધ્યલોકમાં રહેતી દિશાકુમારિકાદેવીઓ નવજાત તીર્થકર ભગવાનના નાળનું છેદન, સ્નાન કરાવવું વગેરે સૂતિકા કર્મ કરવા અને ઉત્સવ ઉજવવા આવે છે. આ તેઓનો જીત વ્યવહાર(પરંપરાથી પ્રાપ્ત વ્યવહાર) છે. પદદિશાકમારિકા દેવીઓની આગમન વિધિ - તીર્થકર ભગવાનનો જન્મ થતાં જ દિશાકુમારિકાઓના આસન ચલાયમાન થાય છે, અંગમાં સ્પંદન થાય છે. મધ્યલોકમાં કોઈ વિશિષ્ટ ઘટના ઘટે ત્યારે દેવ-દેવીના આસન ચલાયમાન થાય છે. તે સમયે તેઓ મધ્યલોકની ઘટના જાણવા, પોતાના જ્ઞાનનો પ્રયોગ કરે છે. અવધિજ્ઞાનના ઉપયોગથી તીર્થંકર પરમાત્માનો જન્મ જાણી, દિશાકુમારિકાઓ પોતાના વિશાળ પરિવાર સાથે દૈવી યાન-વિમાન દ્વારા મધ્યલોકમાં આવે છે.
મધ્યલોકમાં આવી તેઓ પોતાના વિમાન દ્વારા જ તીર્થકર ભગવાનના જન્મ ભવન(મહેલ)ની સમીપે આવી, તે મહેલને ત્રણવાર પ્રદક્ષિણા કરી, નીચે ઉતરી પોતાના પરિવાર સહિત તીર્થકર પરમાત્માની માતા સમીપે આવી, તીર્થંકર પરમાત્મા અને માતાને વંદન કરી તેમની સ્તુતિ કરી, માતાને પોતાના કાર્યથી ભય ન થાય તે માટે પોતાનો પરિચય આપે અને તત્પશ્ચાતુ પોત-પોતાનું કાર્ય કરે છે. ઊર્વલોકવાસી દિશાકુમારિકા દેવીઓ :|७ तेणं कालेणं तेणं समएणं उड्डलोगवत्थव्वाओ अट्ठ दिसाकुमारीमहत्तरियाओ सएहि-सएहिं कूडेहिं सएहिं-सएहिं भवणेहिं सएहिं-सएहिं पासायव.सएहिं पत्तेयंपत्तेयं चउहि सामाणिय-साहस्सीहिं एवं तं चैव पुव्ववण्णियं जाव विहरंति, तं નહીં
मेहंकरा मेहवई, सुमेहा मेहमालिणी ।
सुवच्छा वच्छमित्ता य, वारिसेणा बलाहगा ॥१॥ ભાવાર્થ :- કાળે, તે સમયે- ઊર્ધ્વલોકવાસી પોતાના સમુદાયમાં મુખ્ય એવી આઠ દિશાકુમારિકા દેવીઓ મેરુ પર્વત ઉપર સ્થિત પોતાના કૂટ અને તેના પરના ઉત્તમ પ્રાસાદોમાં, પોતાના ૪,000 સામાનિક દેવો વગેરે(પરિવાર) સાથે ભોગ ભોગવતી રહેતી હોય વગેરે વર્ણન પૂર્વ સૂત્ર પ્રમાણે જાણવું.
તેઓના નામ આ પ્રમાણે છે– (૧) મેથંકરા, (૨) મેઘવતી ૩) સુમેઘા (૪) મેઘમાલિની (૫) સુવત્સા (૬) વત્સમિત્ર (૭) વારિષેણા (૮) બલાહકા. llll | ८ तए णं तासिं उड्डलोगवत्थव्वाणं अट्ठण्हं दिसाकुमारीमहत्तरियाणं पत्तेयं-पत्तेयं