________________
૩૮૬
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
(હે માતા) આપને અમે નમસ્કાર કરીએ છીએ. જગ મંગલકારી, સર્વ સત્ત્વ (પ્રાણીઓ)ના ચક્ષુભૂત, જગજીવવત્સલ, હિતકારક, સન્માર્ગદર્શક, વચનાતિશય અને અન્ય વૈભવના સ્વામી જિનેશ્વર, અતિશય જ્ઞાની, શાસન નાયક, સ્વયં બુદ્ધ, બોધિદાયક, સર્વ લોકના નાથ, નિર્મમત્વી, શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થનાર, ક્ષત્રિય જાતિમાં જન્મ લેનાર એવા લોકોત્તમ તીર્થકર ભગવાનની હે જનની ! તમે ધન્ય છો, પુણ્યવાન છો, કતાર્થ છો, હે દેવાનુપ્રિયે! અમે અધોલોકવાસી મહદ્ધિક આઠ દિશાકુમારિકા દેવીઓ છીએ. અમે તીર્થકર ભગવાનનો જન્મ મહોત્સવ કરીશું. તેથી આપ ભય પામશો નહીં.
६ इति कटु उत्तरपुरत्थिमं दिसिभागं अवक्कमंति अवक्कमित्ता वेउव्विय समुग्घाएणं समोहणंति जाव संवट्टग-वाए विउव्वंति, विउव्वित्ता ते णं सिवेणं मउएणं मारुएणं अणु द्धएणं भूमितल-विमलकरणेणं, मणहरेणं सव्वोउय-सुरभि-कुसुम- गंधाणुवासिएणं पिंडिम-णीहारिमेणं गंधुद्धएणं तिरियं पवाइएणं भगवओ तित्थयरस्स जम्मण-भवणस्स सव्वओ समंता जोयणपरिमंडलं, से जहाणामए कम्मगरदारए सिया जाव ___ तहेव जं तत्थ तणं वा पत्तं वा कटुं वा कयवरं वा असुइमचोक्खं पूइयं दुब्भिगंधं तं सव्वं आहुणिय-आहुणिय एगंते एडॅति एडित्ता, जेणेव भगवं तित्थयरे तित्थयरमाया य तेणेव उवागच्छंति उवागच्छित्ता भगवओ तित्थयरमायाए य अदूरसामंते आगायमाणीओ, परिगायमाणीओ चिट्ठति । ભાવાર્થ:- આ પ્રમાણે માતાને કહીને તે દિકકુમારિકા દેવીઓ ઉત્તરપૂર્વ દિશામાં જાય છે; જઈને વૈક્રિય સમુદુઘાત કરે છે. વૈક્રિય સમુઘાત કરીને યાવતુ સંવર્તક વાયુનું રૂપ ધારણ કરે છે. તે કલ્યાણકારી, મૃદુ અને ધીમે ધીમે વાતા, ભૂમિકલને નિર્મળ કરનારા, મનોહર, સર્વ ઋતુના સુગંધી પુષ્પોની સુગંધથી સુવાસિત, સુગંધના પુંજભૂત- સઘન અને ચિરકાલીન તે સુવાસને દૂર સુધી ફેલાવનારા, ચારે દિશામાં વાતા તે વાયુ દ્વારા તીર્થકર ભગવાનના જન્મ ભુવનની ચારે બાજુના એક યોજનાના વર્તુળાકાર ક્ષેત્રમાં રહેલા તણખલા, પાંદડા, ડાળીઓ, કચરા, અશુચિમય પદાર્થો, મલિન પદાર્થો, સડેલા, દુર્ગધી પદાર્થોને ઉપાડીને દૂર એકાંત સ્થાનમાં ફેંકીને જેમ ઝાડુ કાઢનાર નોકર મહેલ, મંદિરાદિને સાફ કરે તેમ (ભગવાનના ભવનની આજુબાજુના એક યોજન ક્ષેત્રને) સ્વચ્છ અને સાફ કરે છે.
તે કાર્ય કર્યા પછી તીર્થકર અને તીર્થકરની માતા પાસે આવે છે. તીર્થકર અને તીર્થકરની માતા પાસે આવીને તેમની સમીપેતન અતિદૂર, ન અતિ નજીક) ગીત ગાતી, વિશેષ રૂપે ગીત ગાતી ઊભી રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં તીર્થકર ભગવાનના જન્મ સમયે અધોલોકવાસી દિકકુમારિકા દેવીઓનું કાર્ય