________________
પાંચમો વક્ષસ્કાર
| ३८५
તથા અન્ય ઘણા દેવ-દેવીઓ સાથે તેઓ વિમાનમાં બેસે છે. વિમાનમાં બેસીને સર્વ પ્રકારની ઋદ્ધિ, સર્વ પ્રકારની તિ, ઘન- ઝાંઝ, મૃદંગ અને પડહ વગરે વાજિંત્રના ધ્વનિ યુક્ત, ઉત્કૃષ્ટ દિવ્ય દેવગતિથી તીર્થકર ભગવાનના જન્મ નગર અને તીર્થકર ભગવાનના જન્મ ભવન સમીપે આવે છે. | ४ भगवओ तित्थयरस्स जम्मण-भवणं तेहिं दिव्वेहिं जाणविमाणेहिं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेंति, करित्ता उत्तरपुरत्थिमे दिसीभाए ईसिं चउरंगुलमसंपत्ते धरणियले ते दिव्वे जाणविमाणे ठवेंति, ठवेत्ता पत्तेयं-पत्तेयं चउहिं सामाणियसाहस्सीहिं जाव सद्धिं संपरिवुडाओ दिव्वेहिंतो जाणविमाणेहिंतो पच्चोरुहंति, पच्चोरुहिता सव्विड्डीए जाव दुंदुहि-णिग्घोस-णाइएणं जेणेव भगवं तित्थयरे तित्थयरमाया य तेणेव उवागच्छंति, उवागच्छित्ता । ભાવાર્થ :- (તે દેવીઓ ભગવાનના જન્મગૃહ સમીપે આવીને) પોતાના દિવ્ય યાન-વિમાન દ્વારા તીર્થકર ભગવાનના જન્મ ભવનને ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા કરીને– ઈશાન કોણમાં જમીનથી ચાર અંગુલ ઊંચે અધર-આકાશમાં વિમાનને રાખીને તે દિકકુમારિકા દેવીઓ પોતાના ૪,000 સામાનિક દેવો તથા અન્ય દેવ-દેવીઓ સાથે, દિવ્ય વિમાનમાંથી નીચે ઉતરે છે. નીચે ઉતરીને સર્વ ઋદ્ધિ તથા દુંદુભિના નાદ સાથે તીર્થકર ભગવાન અને તીર્થકરની માતા પાસે આવે છે. | ५ भगवं तित्थयरं तित्थयर-मायरं च तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेंति, करेत्ता पत्तेयं-पत्तेयं करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी
णमोत्थु ते रयणकुच्छिधारिए ! जग-प्पईव-दाईए ! सव्वजगमंगलस्स, चक्खुणो य सत्तस्स, सव्वजगजीव-वच्छलस्स, हियकारग-मग्गदेसिय-वागिड्डिविभु-प्पभुस्स जिणस्स णाणिस्स णायगस्स बुहस्स बोहगस्स, सव्वलोगणाहस्स, णिम्ममस्स, पवरकुल-समुब्भवस्स जाईए खत्तियस्स जंसि लोगुत्तमस्स जणणी धण्णासि पुण्णासि तं कयत्थासि, अम्हे णं देवाणुप्पिए ! अहेलोगवत्थव्वाओ अट्ठ दिसाकुमारी- महत्तरियाओ भगवओ तित्थयरस्स जम्मणमहिमं करिस्सामो, तण्णं तुब्भेहिं ण भाइयव्वं । ભાવાર્થ :- (તીર્થંકરની માતા પાસે આવીને) તીર્થકર ભગવાનને અને તીર્થકરની માતાને ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે. ત્રણવાર પ્રદક્ષિણા કરીને, બે હાથ જોડી, હાથની અંજલી દ્વારા મસ્તક પર આવર્તન કરી, આ પ્રમાણે કહે છે
હે રત્નકુક્ષિ ધારિણી ! (તીર્થકર રૂપી રત્નને કુક્ષિમાં ધારણ કરનારી) હે જગત પ્રદીપદાયિની !,