________________
૩૮૨
શ્રી જેબલીપ પ્રાપ્તિ સત્ર
ચારે દિશામાં ચાર ફૂટ છે. આ ચારે કૂટ રુચક પર્વતના શિખરના બરાબર મધ્યભાગે હોવાથી તેના પર રહેતી દિશાકુમારિકા-દેવીઓ મધ્ય સુચક કૂટ વાસી કહેવાય છે. (૩૬ + ૪ = ૪૦)
આ રીતે કુલ ૫૬ દિશાકુમારિકા-દેવીઓ ભવનપતિ દેવોમાં દિશાકુમાર જાતિની દેવીઓ છે.
તેઓ પ્રભુનો જન્મ મહોત્સવ ઉજવવા માટે પોતાના જીત વ્યવહાર અનુસાર મધ્યલોકમાં આવે છે. બાલ પ્રભને અને તેમની માતાને વંદન-નમસ્કાર કરીને સ્તુતિ કરે છે. પ્રભુના જન્મ સ્થાનની આસપાસનું એક યોજનનું ક્ષેત્ર સ્વચ્છ અને સુગંધી બનાવે છે. ત્યાર પછી તે દેવીઓ પ્રભુના નાલનું છેદન કરી, પ્રભુને તેમજ તેમની માતાને સ્નાન કરાવે છે અને દષ્ટિ દોષ નિવારણ માટે રક્ષાપોટલી બાંધે છે.
આ રીતે ૫૬ દિશાકુમારિકા દેવીઓ પ્રભુનો જન્મોત્સવ ઉજવીને સ્વસ્થાને જાય છે. ૬૪ ઇન્દ્રો - ઊર્ધ્વલોકમાં વસતા વૈમાનિક જાતિના દેવોના ૧૦ ઇન્દ્રો છે. ૧ થી ૮દેવલોકના એક-એક, કુલ મળીને ૮, ૯-૧૦ દેવલોકના એક અને ૧૧-૧૨ દેવલોકના એક; તેમ ૮+૧+૧ = ૧૦ઇન્દ્ર વૈમાનિકના છે.
મધ્યલોકમાં વસતા જ્યોતિષ જાતિના દેવોમાં ચંદ્ર અને સૂર્ય તે બે ઇન્દ્ર છે. મધ્યલોકમાં વસતા વ્યતર જાતિના દેવોના ૩ર ઇન્દ્રો છે. ૧ પ્રકારના વ્યંતર દેવોના ઉત્તર દિશાના ૧૬ અને દક્ષિણ દિશાના ૧૬, કુલ મળી ૩ર ઇન્દ્ર છે.
અધોલોકમાં વસતા ભવનપતિ જાતિના દેવોના ૨૦ ઇન્દ્ર છે. અસુરકુમારાદિ ૧૦ના ઉત્તર દિશાના ૧૦ અને દક્ષિણ દિશાના ૧૦, કુલ મળી ૨૦ ઇન્દ્ર છે.
આ રીતે ૧૦ + ૨+ ૩ર + ૨૦ = ૬૪ ઈ થાય છે.
સર્વ પ્રથમ શક્રેન્દ્ર પ્રભુની જન્મ નગરીમાં આવે છે અને પોતાના પાંચ રૂપ કરી પ્રભુને મેરુ પર્વત ઉપર લઈ જાય છે. અને શેષ ઇન્દ્રો પોત પોતાના દેવલોકમાંથી સીધા મેરુ પર્વત ઉપર પહોંચી જાય છે. મેરુ પર્વત ઉપર પંડકવનમાં ચારે દિશામાં ચાર અભિષેક શિલાઓ છે. તેમાંથી પ્રભુની જન્મ નગરીની દિશાવાળા સિંહાસન ઉપર શક્રેન્દ્ર બાળપ્રભુને ઉત્સંગમાં લઈને બેસે છે. ત્યારપછી સર્વ પ્રથમ અય્યતેન્દ્ર જલથી પરિપૂર્ણ સુવર્ણાદિના કુંભથી અભિષેક કરે છે. તે જ રીતે ક્રમશઃ શેષ દર ઇન્દ્રો અભિષેક કરે છે. તત્પશ્ચાત્ ઈશાનેન્દ્ર પ્રભુને ઉત્સંગમાં લઈ બેસે છે. શક્રેન્દ્ર ચાર શ્વેત બળદની વિદુર્વણા કરી તેના આઠ શીંગડા દ્વારા પ્રભુ ઉપર પાણીની ધારા કરી અભિષેક કરે છે.
૬૪ ઇન્દ્રના અભિષેક પૂર્ણ થતાં પુનઃ શકેન્દ્ર પોતાના પાંચ રૂપ કરી બાળપ્રભુને મધ્યલોકમાં માતા પાસે મૂકવા આવે છે. તત્પશ્ચાતુ સર્વ દેવો નંદીશ્વર દ્વીપમાં જઈ અાહ્નિકા મહોત્સવ ઉજવે છે. મહોત્સવ પૂર્ણ કરી સર્વ ઇન્દ્રો પોતપોતાના દેવલોકોમાં ચાલ્યા જાય છે.
આ રીતે તીર્થંકર પ્રભુના જન્મ મહોત્સવના વર્ણન સાથે જ આ વક્ષસ્કાર પૂર્ણ થાય છે.